આણંદ : પેટલાદ પંથકમાં 40થી વધુ દુધાળા બાળ પશુના મોત, તંત્ર થયું દોડતું
BY Connect Gujarat17 Nov 2019 11:23 AM GMT

X
Connect Gujarat17 Nov 2019 11:23 AM GMT
આણંદ
જીલ્લાના પેટલાદ પંથકમાં 40 થી વધુ
દુધાળા બાળ પશુના મોત બાદ પશુપાલકોમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા પારખી
ગાંધીનગરથી એનિમલ હેલ્થ વિભાગ તથા અમુલ ડેરીના નિષ્ણાંતોની ટીમે તપાસ હાથ ધરી છે.
જેમાં પ્રાથમિક તપાસમાં પશુઆહારના કારણે મોત થયા હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે.
આણંદ
જિલ્લાને દુધની નગરી તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વની પ્રસિધ્ધ ડેરી અમુલ પણ
આણંદમાં આવેલી છે. આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં ટપોટપ બાળ પશુઓના મોતની ઘટનાથી
હડકંપ મચી ગયો છે. ગાંધીનગર એનિમલ હેલ્થ વિભાગ ની 6 ટીમો સ્થળ પર દોડી આવી તપાસ કરી રહી છે.
અમુલ ડેરીએ પણ પોતાના નિષ્ણાંતોને દોડાવ્યાં છે. ડેરીમાંથી અપાયેલ દાણ ખાવા થી મોત
થયા હોવાની આશંકા સેવાઇ રહી છે. બીજી તરફ દુધાળા પશુઓના મોતના કારણે પશુપાલકોની
હાલત દયનીય બની છે. હજી કેટલાક પશુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે.
Next Story