Connect Gujarat
ગુજરાત

આણંદ : બોરસદ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

આણંદ : બોરસદ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ
X

આણંદ જિલ્લાના બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલ BAPS સ્વામિનારાયણ સંસ્થાનું ગાદી સ્થાન બોચાસણ મંદિર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ધર્મગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂનમ (ગુરૂપૂર્ણિમા)ની રંગેચંગે ઉજવણી કરવામા આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="103290,103291,103292,103293"]

ગુરુપૂર્ણિમાના દિવસે દેશભરમાં આ મહિમાને અનેરી રીતે ઉત્સાહપૂર્વક ભક્તો પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ લઇ ઉજવી રહ્યા છે. BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપનાને 112 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સંસ્થાની પ્રણાલી મુજબ સંસ્થાના વડા અને ધર્મગુરુ ગુરુપૂનમ (ગુરૂપૂર્ણિમા)નો સમૈયો બોચાસણ ખાતે ઉજવે છે. તે પરંપરા મુજબ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં લાખોની સંખ્યામાં હરિ ભક્તોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

ગુરુપૂર્ણિમાં પ્રસંગે મહંત સ્વામીએ હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા, સૌ સુખી થાય અને ભગવાન સ્વામિનારાયણની હરિભક્તો, રાજ્ય અને દેશ પર અપાર કૃપા વર્ષે અને સૌ સમૃદ્ધ થાય તેવા આશીર્વાદ પાઠવી સૌને દર્શનનો લ્હાવો આપ્યો હતો.

Next Story
Share it