Connect Gujarat
ગુજરાત

આણંદ: વિમેન સેલ દ્વારા આયોજિત સ્વાસ્થય અભિમુખતા કાર્યક્રમ યોજાયો

આણંદ: વિમેન સેલ દ્વારા આયોજિત સ્વાસ્થય અભિમુખતા કાર્યક્રમ યોજાયો
X

આણંદ ખાતે એમ.પી.ઓડીટોરીયમમાં વિમેન સેલ દ્વારા આયોજિત સ્વાસ્થય અભિમુખતા અને સાથે સ્કીલ ડેવલપમેન્ટ અને સ્પોર્ટસના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને

મુખ્યત્વે યુવાનીમાં સતાવતી સમસ્યાઓ જેવીકે સ્કીન કેર, સ્ત્રી સમસ્યા અને સારવાર, આહાર અને પોષકતત્વો,આઇ કેર્ર વિગેર્રે ચાર અલગ અલગ વિષયો

પર તેના તજજ્ઞ દ્વારા સમજન અને તેની વિસ્તૃત જાણ્કારી આપવામાં આવી હતી. જેમાં સ્કિન

કેર - ડૉ.પ્રજ્ઞા નાયર,સ્ત્રી સમસ્યા અને સારવાર - ડૉ રાખી

પટેલ,આહાર અને પોષકતત્વો - ડૉ વિનાયક પટેલ,આઈ કેર - ઓપ્ટમ જયદેવ પારગરા દ્વારા વિદ્યાર્થીઓને માહિત્ગાર કરી સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં કુલપતિ

શિરીષ કુલકર્ણી, બોર્ડ

ઓફ સ્પોર્ટસનાં ચેરમેન રાજેશ પટેલ,સિન્ડિકેટ સભ્ય તેમજ વિમેન

સેલના મેમ્બર અને સરદાર પટેલ યુનિવર્સિટીનાં અફિલીએટેડ કૉલેજનાં વિધાર્થીઓ મોટી સંખ્યામાં

હાજર રહ્યા હતા.પધારેલ મહાનુભવોના હસ્તે સ્પોર્ટસમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને

પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.કોમ. ફાઇનલની વિદ્યાર્થીની

ધરા ડાંગરવાલાએ કર્યું હતું.

Next Story
Share it