આણંદ: સારા વરસાદના પગલે પાણીથી ૪ તળાવો થયા છલોછલ

આણંદ શહેરમાં આવેલા ગોયા તળાવ, મોટું તળાવ, શીખોડ તલાવ અને લોટેશ્વર તળાવ વર્ષો બાદ છલોછલ થયેલા જોવા મળ્યા હતા. નાનું અને મોટુ ગોયા તળાવ એકાકાર થઇને ઓવરફ્લો થતાં જલારામ મંદિર, અંબામાતા મંદિર, બેઠક મંદિર, ગામડીવડ સુધી ઢીંચણસમા પાણી ભરાયા હતા. ચોમાસામાં થોડું ગણું પાણી ભરાય તે થોડા જ સમયમાં સૂકાઇ જતાં તળાવો ખાલી રહ્યા હતા. જે આ વર્ષે છેલ્લા અઠવાડિયામાં વરસેલા સારા વરસાદના પગલે પાણીથી છલોછલ થઇ ગયા છે.
એમાંય ગોયા તળાવ અને મોટુ તળાવ વર્ષો બાદ એકાકાર થઇ જવા સાથે પાણી છલકાઇને બહાર આવી જતાં ગોયા તળાવ અને મોટુ તળાવ એકાકાર થઇને ઓવરફ્લો થતાં જલારામ મંદિર, અંબામાતા મંદિર, બેઠક મંદિર, ગામડીવડ સુધી ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. શીખોડ તલાવડીના પાણી પણ આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા.
રાત્રિના વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.આણંદ શહેરમાં શુક્રવારે સાડા સાત ઇંચ વરસાદ વરસ્યા બાદ શનિવારે વરસાદનું જોર ઘટ્યું હતું. શનિવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.
જોકે વર્ષો બાદ શહેરના તળાવો પાણીથી છલોછલ થઇને ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તળાવો ઓવરફ્લો થતાં વરસાદી પાણીનો નિકાલ ના થઇ શકતાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. શીખોડ તલાવડી પણ ઓવરફલો થતાં આસપાસના સોસાયટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.
રાજોડપુરા તલાવડી પણ ઓવરફલો થતાં ગામડી, પરીખભુવન તેમજ પાધરિયા વિસ્તારને જોડતાં એકમાત્ર માર્ગ પર પાણી ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગણેશ ચોકડીથી વઘાસી તરફના માર્ગ પર આવેલું તળાવ પણ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળતાં માર્ગ પર અવરજવર બંધ કરવામાં આવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાતમાં આજે ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા, સૌથી વધુ કેસ...
25 Jun 2022 4:06 PM GMTનર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં...
25 Jun 2022 3:30 PM GMTભરૂચ : ઈનર વ્હીલ ક્લબ દ્વારા યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન, વિવિધ...
25 Jun 2022 12:51 PM GMTઅમરેલી : ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું, કોઝ-વે પર...
25 Jun 2022 12:23 PM GMTઅંકલેશ્વર : દારૂના જથ્થા સાથે નંદુરબારના બુટલેગરની GIDC બસ ડેપો નજીકથી ...
25 Jun 2022 12:18 PM GMT