આત્મીય યુવા મહોત્સવ અંતર્ગત ડેડીયાપાડા ખાતે સમૂહ સફાઈ અભિયાન યોજાયું

આત્મીય યુવા મહોત્સવ અંતર્ગત યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા તારીખ 15/12/2019 ના રોજ ડેડીયાપાડા ખાતે સમૂહ સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.











જેમાં ડેડીયાપાડા તાલુકાના આસપાસના નવાગામ, પાનસર, રાખસકુંડી, નાના સુકા આંબા, ઘાંટોલી, રામભા,અને માલસામોટ ના 300જેટલાં
હરિ ભક્તોએ ડેડીયાપાડાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, તેમજ ચાર રસ્તા થી
લઈને પારસી ટેકરા સુધી જાહેર ઓફિસો તેમજ જાહેર માર્ગોની સફાઈ કરી હતી અને સમગ્ર
ડેડીયાપાડાની સફાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે ડેડીયાપાડા APMC ચેરમેન જાતર ભાઈ
વસાવા.ડેડીયાપાડા ના ઉપ સરપંચ શ્રી પ્રકાશ
ભાઈવસાવા, હેમંત ભાઈ વસાવા, પ્રભુ ભાઈ વસાવા તથા
ઉપ સરપંચ શ્રી પ્રકાશ ભાઈ વસાવા ઉપસ્થિત રહયા હતા આ વિસ્તાર ના પ્રાદેશિક સંત
ભક્તિ વલ્લભ સ્વામિ તથા પ્રભુદર્શન સ્વામીજીએ હાજર રહી સૌ ને માર્ગદર્શન આપી
કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.