Connect Gujarat

આધારકાર્ડ જ મુખ્ય દસ્તાવેજી પુરાવો બનશે,વર્ષ 2018 સુધીમાં મોબાઈલ નંબર પણ આધાર સાથે જોડાશે

આધારકાર્ડ જ મુખ્ય દસ્તાવેજી પુરાવો બનશે,વર્ષ 2018 સુધીમાં મોબાઈલ નંબર પણ આધાર સાથે જોડાશે
X

પાસપોર્ટ, બેંક ખાતુ, પાન નંબર, આઈ ટી રિટર્ન્સ સહિતની મહત્વની કામગીરી માટે આધારકાર્ડને અનિવાર્ય બનાવવામાં આવ્યુ છે, ત્યારે હવે મોબાઈલ નંબરને પણ આધાર નંબર સાથે જોડવા અંગે કેન્દ્ર સરકારના દૂર સંચાર મંત્રાલય દ્વારા સુચના આપવામાં આવી છે.

આવનાર સમયમાં માત્ર આધારકાર્ડ જ મુખ્ય ઓળખનો પુરાવો હશે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ બે દિવસ અગાઉજ ભવિષ્ય વાણી કરી હતી, અને હવે દૂર સંચાર મંત્રાલયે મોબાઈલ નંબરને આધાર નંબર સાથે જોડવાની સૂચના આપવામાં આવી છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દૂર સંચાર મંત્રાલયે આ અંગે સરકારી અને ખાનગી દુરસંચાર કંપનીઓ ને નોટિસ પાઠવીને તેના પર અમલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. વધુમાં જે લોકો પોતાના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે નહિ જોડે તેમનો નંબર મોબાઈલ દૂર સંચાર કંપનીઓ બંધ કરી દેશે.

પ્રિ-પેઈડ અને પોસ્ટ પેઈડ એમ બંને નંબરને આ નિયમ લાગુ પડશે. જે મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે જોડવામાં નહિ આવ્યા હોય તે નંબર ફેબ્રુઆરી 2018 પછી બંધ કરી દેવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

Next Story
Share it