Connect Gujarat

આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રમુખ રાજ યોગીની જાનકી દાદીનું થયું નિધન

આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રમુખ  રાજ યોગીની જાનકી દાદીનું થયું નિધન
X

દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રમુખ અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર રાજ યોગીની જાનકી દાદી આજે સવારે લીધા અંતિમ શ્વાસ હતા, જાનકી દાદી દુનિયાની એક માત્ર મહિલા હતી જેમને મોસ્ટ સ્ટેબલ માઈન્ડ ઈન વર્લ્ડનો ખિતાબ મેળવ્યો હતો. સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર જાનકી દાદી આજે દુનિયા છોડી જતા રહેતા લોકોમા શોકનું મોજુ પ્રસરી વળ્યું હતું. જાનકી દાદી ભારત દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમને સારા સબંધો હતા.

જાનકી દાદીનો જન્મ 1 જાન્યુઆરી 1916ના રોજ પાકિસ્તાનના હૈદરાબાદ સિંઘ પ્રદેશમા થયો હતો. 21 વર્ષની ઉમરમાં આધ્યાત્મિક જીવન પસંદ કર્યું હતું . બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થાના પૂરા વિશ્વમા 140 શાખાઓ આવેલી છે જેમાં તેમનું મોટું યોગદાન આપ્યું હતું. 2007મા તેવો સંસ્થાના મુખ્ય બન્યા હતા. ભારતના રાષ્ટ્રપતિથી લઈ ભારતના

પ્રધાનમંત્રી અને દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે તેમને સારા સંબંધો હતા.

Next Story
Share it