“બાઈક ટુ વર્ક”કન્સેપ્ટથી વલસાડવાસીઓ પ્રેરિત થઇ રહ્યા છે.

તંદુરસ્તી અને સલામતીના વિકલ્પ તરીકે,સ્વાસ્થ્ય અને પર્યાવરણની ગંભીર સમસ્યાને નાથવાના ભાગરૂપે અઠવાડિયામાં એક વખત પોતપોતાની જોબ અથવા ધંધા-રોજગાર ઉપર સાયકલ લઇ જવાનો આગ્રહ કરી વલસાડના ડૉ. ભૈરવી જોશી વલસાડવાસીઓને સાયકલ ચલાવવા પ્રેરણા આપી રહ્યા છે.

વલસાડના ડૉ. ભૈરવી જોશી આમ તો છેલ્લા એપ્રિલ મહિનાથી પોતે પોતાના તીથલ સ્થિત બંગલાથી પોતાની હોસ્પિટલ દરરોજ પાચ કિલોમીટર સાયકલ લઇને જ પરિવહન કરે છે પરતું તમામ વલસાડવાસીઓ પણ અઠવાડિયામાં એકાદવાર પણ પોતપોતાની જોબ અથવા ધંધા રોજગાર ઉપર સાયકલ લઇ પરિવહન કરે તો ટ્રાફિક સમસ્યાતો હળવી થવાની સાથે સાથે પર્યાવરણને પણ સંતુલિત કરવામાં આગવી પહેલ કરેલી લેખાવી શકાશે એમ માની રહ્યા છે, “બાઈક ટુ વર્ક” નાં કન્સેપ્ટ વધુને વધુ લોકો સુધી પહોચાડવા માટે માટે ડૉ ભૈરવી જોશીએ વલસાડના ડી.એસ.પી સાહેબને પણ પ્રેરિત કરતા તેઓ પણ એક દિવસ પોતાની ડી.એસ.પી ઓફીસ સાયકલ લઇ પહોચ્યા હતા.

વધુમાં ડૉ ભૈરવી જોશીના ડોક્ટરમિત્રો ડૉ પ્રેરણાબેન દેસાઈ, ડૉ કલ્પેશ જોશી,નીલા મહેતા, અને ઉદવાડાના ડૉ વિમલભાઈ સહીત અનેકવિધ ડોકટરમિત્રો આ “બાઈક ટુ વર્ક” અભિયાનમાં જોડતા વલસાડમાં ધીરે ધીરે આ કન્સેપ્ટ ગુંજવા લાગ્યો, અતુલ લીમીટેડના કેટલાક ઓફીસરો અને કર્મચારીઓ, સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલના કેટલા શિક્ષકો પણ દર શનિવારે “બાઈક ટુ વર્ક” નાં કન્સેપ્ટને અપનાવી શનિવારે પોતાના ઘરેથી સ્કુલ સુધી સાયકલ ઉપર આવતા દેખાયા જોતજોતામાં હાલે વલસાડમાં આ “બાઈક ટુ વર્ક” કન્સેપ્ટથી વલસાડવાસીઓ પ્રેરિત થઇ રહ્યા છે.

આવનારા દિવસોમાં વલસાડ જ નહિ નવસારી, વાપી, સેલવાસ, પારડી, ધરમપુર, સહીત અન્ય વિસ્તારોમાં પણ “બાઈક ટુ વર્ક” નો કન્સેપ્ટથી ત્યાના નગરજનો પ્રેરીત થાય અને હાલપુરતું અઠવાડિયે એક દિવસ પણ પોતાના જોબ અથવા ધંધા-રોજગાર સ્થાને સાયકલ લઈને જાય એવી આશા વલસાડવાસીઓ પાસે ડૉ ભૈરવી જોશી રાખી રહ્યા છે, વધુમાં એમાની જેમ જ ફિરોઝા ગ્રુપ અને વડોદરાના નિકિતા લાલવાની ગ્રુપ પણ “બાઈક ટુ વર્ક”નાં કન્સેપ્ટને વધુ વેગવાન બનાવવા પોતપોતાના વિસ્તારમાં ખુપેલા જણાય છે.

  • રોડ-શેરીંગ કન્સેપ્ટ વધુ ઉપયોગી થઇ શકે

જેમ વલસાડમાં ટુ અને ફોર વ્હીલર્સમાટે માટે રોડ ઉપર જે રીતે જગ્યા ફળવાયેલી છે એમ સાયકલ માટે રોડ ઉપર અલાયદી જગ્યા ફાળવી આપવામાં આવે તો વધુમાં વધુ “બાઈક ટુ વર્ક” નાં કન્સેપ્ટને અનુસરી શકે, સારા રસ્તાઓ ઉપર સાયકલ ઉપર પરિવહન કરવામાં સરળતા રહે એમ ઉમેરતા ડૉ ભૈરવી જોશીએ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જોડે પણ “બાઈક ટુ વર્ક”નાં કન્સેપ્ટની વિગતે વાત કરી છે, એમને પણ આ બાબતે વિગતે અભ્યાસ કરી શારીરિક તંદુરસ્તીનાં નવા કન્સેપ્ટને આવકારી જાગૃતાતામાં વધારો થાય એવી તમામ પાસાઓ સાથે મદદ કરવાની ખાતરી આપી છે એમ જણાવ્યું હતું.

  • ૧૯૬૦ થી નેધરલેન્ડ સહીત બીજા દેશોમાં ચાલે છે“બાઈક ટુ વર્ક”

ડૉ ભૈરવી જોશીએ જણાવ્યું કે ૧૯૬૦માં નેધરલેંડ જેવા દેશમાં જ્યાં ટ્રાફિકની ગીચતા હતી, અવારનવાર જીવલેણ અકસ્માતો થતા એન જોઈ જાણી અને અનુભવી ત્યાની સરકારે “બાઈક ટુ વર્ક” કન્સેપ્ટને ફરજીયાત અમલમાં મુક્યો કેટલાક વિકસિત દેશોમાં તો સાયકલ લેવા પણ ૧૦૦૦ પાઉન્ડની સાયકલ ખરીદવા પ્રોત્સાહનરૂપી લોન પણ આપવામાં આવે છે, નેધરલેંડમાં તો સાયકલ ઉપર ઓફીસ આવનારા કર્મચારીને વિશેષ ગણવામાં આવે છે, આ ઉપરાંત ડેન્માર્ક, જર્મની,બેલ્જીયમ, સ્વીડન,ચીન, પોર્ટુગલ, અમરિકા અને જાપાન જેવા દેશોમાં “બાઈક ટુ વર્ક” હવે સામાન્ય કન્સેપ્ટ થઇ પડ્યો છે. મોટા મોટા ઓફિસરો પણ પોતાની શારીરિક નિષ્ક્રિયતા અને મેદસ્વીતાના લીધે પીડાય છે આ સાયકલ ઉપર પરિવહન કરવાનું ચલણ ત્યાં સામાન્ય થઇ પડ્યું છે, ડોકટરો પણ હવે “બાઈક ટુ વર્ક” દ્વારા  સાયકલ ચાલવાનો આગ્રહ કરે છે. વલસાડવાસીઓ વધુ ને વધુ આ અભિયાનમાં જોડાય અને બીજીને પણ પ્રેરિત કરે એવી આશા ડૉ.ભૈરવી જોશી રાખી રહ્યા છે.

  • શું શું ફાયદો થઇ શકે “બાઈક ટુ વર્ક” થી

બ્લડ સર્ક્યુલેશન વધે.- શરીર માં લોહી નું પરિભ્રમણ વધે, ચેહરા પર આખો દિવસ તાજગી રહે, ને કાયમ યુવાન લાગીએ, ઊંઘ ની ગોળી ઓ ના લેવી પડે અને સરસ ઊંઘ આવે, બ્રેઈન પાવર વધે- વિચારવા ની ક્ષમતા, તર્ક શક્તિ મનની સજાગતામાં વધારો થાય, આળસ ઓછી થાય – કોઈ પણ કાર્ય કરતી વખતે ઉત્સાહ વધે અને આળસ ઘટે, હૃદય રોગ નું પ્રમાણ ઘટે, અઠવાડિયાનું વીસમાઈલ સાયક્લિંગ હ્રદયરોગ કે હાર્ટ એટેક માં રિસ્ક ને ઘટાડે છે, કેન્સર નું પ્રમાણ ઘટે છે, પ્રદુષણ ઘટે છે જેથી  શુદ્ધ ઓકિસજન લઇ શકાય અને સાથે સાથે “સ્ટ્રેસ ઘટે છે” મન આનંદિત રહે અને આખો દિવસ તાજગી ભર્યો રહે.

LEAVE A REPLY