Top
Connect Gujarat

આમીર ખાનની નવી બાયાપિકમાં હીરોઈન તરીકે પ્રિયંકા ચોપરા

આમીર ખાનની નવી બાયાપિકમાં હીરોઈન તરીકે પ્રિયંકા ચોપરા
X

બોલીવૂડનાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન 'દંગલ' બાદ ફરી એક બીજી બાયોપિકનું શૂટિંગ શરૃ કરવાની તૈયારીમાં છે. એક વર્ષમાં એક જ ફિલ્મને લક્ષ્ય રાખનાર આમિરના હાથમાં હાલ બે ફિલ્મો છે. એક તો ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને બીજી રાકેશ શર્માની બાયોપિક. સુત્રો પાસેથી મળેલ વિગતો પ્રમાણે રાકેશ શર્માની બાયોપિકમાં એની પત્ની તરીકે પ્રિયંકા ચોપરાની પસંદગી કરવામાં આવી છે.

જોકે પ્રિયંકાએ હજી આ ફિલ્મ માટે હામી ભણી નથી. આમિરની આ ફિલ્મ 2018ની સાલના મધ્યમાં રિલિઝ કરવામાં આવશે. આમિર સાથે પ્રિયંકાની જોડી ચમકશે તો દર્શકોને એક સાથે બે બ્લોક બસ્ટર સુપર સ્ટારની ફિલ્મ જોવાનું ખુબજ પસંદ પડશે. સાથે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડશે એમાં કોઈ શક નથી.

આ ફિલ્મનું નિર્માણ સિધ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રુવાલા કરશે. આ ફિલ્મનું નામ હાલ પૂરતું 'સેલ્યૂટ' રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સેલ્યુટ ઉપરાંત મુગલ- ગુલશનકુમાર, મુરુગનાથમ, હોકી કોચ બલબીર સિંહ, દાઉદ ઈબ્રાહિમ, સંજય દત્ત અને મિનાકુમારીના જીવન પર આધારિત ફિલ્મો પણ બની રહી છે.

Next Story
Share it