Top
Connect Gujarat

આમોદની માતર ગૃપ શાળામાં તાલુકા કક્ષાનો ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

આમોદની  માતર ગૃપ શાળામાં તાલુકા કક્ષાનો ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
X

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ તાલીમ તથા જીલ્લા પંચાયત શિક્ષણ શાખાનાં સંયુક્ત ઉપક્રમે આમોદ તાલુકાનું ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન 2017નું આયોજન માતર ગૃપ શાળા ખાતે કરવામાં આવ્યુ હતુ.

જેમાં આમોદ તાલુકા પંચાયત પ્રમુખ વિલાસ રાજ, જીલ્લા પંચાયત સદસ્ય તનુજા જાડેજા,તાલુકા પંચાયત સદસ્ય જગદીશ પટેલ, મામલતદાર શાહ, ટી.ડી.ઓ ઠક્કર, જીલ્લા શિક્ષક સંઘનાં મહામંત્રી પ્રદીપસિંહ, તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ, મહામંત્રી, બી.આર.સીનાં ગૃપાચાર્ય, માર્ગદર્શક શિક્ષકો,ગ્રામ પંચાયતનાં સરપંચ સહિત વિવિધ શાળાનાં બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જેમાં 100 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ કુલ 50 કૃતિઓ રજુ કરી હતી. આ પ્રદર્શનીમાં આમોદનાં પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા ઇનામ વિતરણ અને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story
Share it