Top
Connect Gujarat

આમોદમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી ત્રણ આરોપીઓની ધરપકડ

આમોદમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી ત્રણ આરોપીઓની ધરપકડ
X

આમોદમાં તારીખ 8મી ઓગષ્ટની રાત્રીએ એક યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસ દ્વારા ઘટના અંગેનો ભેદ ઉકેલવા માટેનાં સઘન પ્રયાસો શરુ કર્યા હતા.

આમોદની અવાવરું જગ્યા માંથી તારીખ 8મી ઓગષ્ટની રાત્રીએ એક અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, આમોદ પોલીસનાં પીએસઆઇ જી.બી. ડોડીયા દ્વારા આ અંગેનો ગુનો નોંધીને તપાસ શરુ કરાઈ હતી.

પોલીસ દ્વારા યુવકની લાશનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમાં યુવકનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે યુવકની ઓળખવિધિ શરુ કરતા તેના હાથ પર છૂંદણામાં MS ત્રોફાવ્યું હતુ, અને તેની આંગળી ઉપર પહેરેલી વીંટી પરથી મૃતકની પત્ની નિશાબેને મૃતદેહ તેના પતિ સંજયનો હોવાની ઓળખ કરી હતી.

ભરૂચ એલસીબી પોલીસ અને આમોદ પોલીસની સંયુક્ત તપાસમાં ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. અને સંજય સજ્જન વસાવા ઉ.વ. 30ની હત્યા દેહવિક્રય કરતી લલનાએ દુપટ્ટા વડે ગળુ દબાવીને કરી હોવાનું બહાર આવ્યુ હતુ, અને મૃતક યુવાનનાં મિત્રો વાસુદેવ શાંતિલાલ વસાવા, જયમિન દિનેશભાઈ વસાવા, બિપિન રમણ વસાવાના ઓ એ પુરાવાનો નાશ કરવા માટે પેટ્રોલ લાવીને સંજયનાં મૃતદેહને સળગાવી દીધો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ.

આ ચકચારી ઘટનામાં પોલીસે હાલ તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દેહવિક્રય કરતી યુવતીની પોલીસે શોધખોળ શરુ કરી છે.

Next Story
Share it