Top
Connect Gujarat

આમોદ ખાતે જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અહમદ પટેલનાં જન્મદિનની ઉજવણી કરાઈ

આમોદ ખાતે જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અહમદ પટેલનાં જન્મદિનની ઉજવણી કરાઈ
X

આમોદ ખાતે જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અહમદ પટેલના 69માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આમોદ શહેરનાં માંડવા ફળીયાના જરૂરિયાત મંદ બાળકો સાથે યુવા કોંગ્રેસે અહમદ પટેલના જન્મદિનની ઉજવણી કરી હતી, અને કેક કાપીને બાળકોને ચોકલેટ તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ અવસરે જંબુસર વિધાનસભાનાં યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા, યુવા અગ્રણી અમિત રાણા, અનિશભાઈ રાણા, મુકેશ રાયકા, મુકેશ મકવાણા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it