આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, દિલ્લીમાં કઠપૂતળી બનવાનો ભય
BY Connect Gujarat Desk20 March 2021 8:34 AM GMT

X
Connect Gujarat Desk20 March 2021 8:34 AM GMT
ભરૂચ શહેરના સ્ટેશન નજીક આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્લીમાં ઉપરાજયપાલની સત્તામાં વધારો કરતું બિલ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા વિરોધ.
ભરૂચ શહેરનાં સ્ટેશન સર્કલ નજીક આજે આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ભેગા મળી સ્ટેશન સર્કલ નજીક ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ જણાવ્યું હતું કે દિલ્હીનાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને નબળી પાડીને જનહિતનાં કાર્યોને રોકવાની કેન્દ્ર સરકારનાં ષડયંત્રનાં વિરોધમાં એલજી સત્તા વધારવાના બિલને પરત ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
Next Story