Connect Gujarat
ગુજરાત

આર્થિક સંકટના કારણે આપઘાત કરેલ નવસારીના અમૃતનો મૃતદેહ આખરે પરિવારે સ્વીકાર્યો

આર્થિક સંકટના કારણે આપઘાત કરેલ નવસારીના અમૃતનો મૃતદેહ આખરે પરિવારે સ્વીકાર્યો
X

કહેવાય છે કે મઝદુર ને પોતાની પરસેવો સુકાય એ પહેલાં એને તેની મજદૂરી ચૂકવી દેવી જોઈએ પરંતુ એ કેવી વેદના હશે કે જેને પોતાના પરસેવાના હકના રૂપિયા કોઈ ઈરાદા પૂર્વક ન આપે તો એની આર્થિક સ્થતિ મરણ પથારીએ આવી જાય, અને ન સહન થાય તો છેલ્લે આપઘાતનું પગલું ભરવા મજબુર થાય, એવો જ એક દાખલો સુરતના ડિંડોલી વિસ્તારમાં રેહતા યુવકનો બન્યો છે, જેણે અશહય આર્થિક સંકટમાં નવસારીના ધામણ ગામે આવીને જીવન ટૂંકાવ્યું છે અને જેના કારણે પગલુંભર્યું એવા તમામ લોકોને સજા કરતો પત્ર અને વિડિઓ ફરતો કર્યો છે

સુરતના ડિંડોલીના મહાદેવનગરમાં રહેતા અમૃત નિમ્બા સોનવણે અંદાજે 18 વર્ષથી સુરતમાં બિલ્ડરોને ત્યાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને બિલ્ડિંગ પ્રોજેકટ્સનું ધ્યાન રાખવા સાથે અન્ય કામો પણ કરતો હતો. 25 હજાર રૂપિયાનો પગારદાર અમૃતને બિલ્ડરોના કામ માટે આંટા ફેરા મારવામા જ 12 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો અને 13 હજાર રૂપિયામાં ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યુ હતુ.

બીજી તરફ બીલ્ડર શેઠીયાઓએ તેને 6 મહિનાથી પગાર પણ આપ્યો ન હતો. સાથે જ જમીનો બાબતે થતા કામોમા તેને દલાલી આપવાનુ પણ નક્કી થયુ હોવા છતા લાખો રૂપિયા ન મળતા પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનુ અમૃત અનુભવતો હતો. આર્થિક ભીંસને કારણે કંટાળેલો અમૃત સોનવણે ત્રણ દિવસથી ઘરે ન જતા પરિવારજનો પણ ચિંતામા મુકાયા હતા.

અંતે આર્થિક સંકડામણને કારણે હારેલા અમૃતે નવસારીના ધામણ ગામે આવેલી તેના શેઠ અને સુરતના ફરઝાદ દસ્તૂર અને અપૂર્વ પાલની આન્બા વાડીમાં બનેલી કોટડીમાથી પોતાની ઇમાનદારીનું વળતર શેઠિયાઓઍ દગો કરી ના આપ્યુ હોવાના દર્દ સાથેનો વિડિયો અને શેઠિયાઓના ત્રાસની માહિતી અને જમીનોની વિગત સાથેની સ્યુસાઇડ નોટ સોશ્યલ મિડિયામાં વાયરલ કરી હતી. બાદમા કોટડીમાં જ ગળે ફાંસો ખાઇ મોતને ગળે લગાવ્યુ હતુ. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ આગળ વધારી છે.

શારીરિક અને માનસિક શોષણ થતા સુરતના ડિંડોલી પંથકમાં રહેતા અમૃત સોનવાણે એ બિલ્ડરો દ્વારા દલાલી ન આપતા આત્મહત્યા કરતો પોતાના મોબાઈલમાં વિડિઓ ઉતાર્યો અને વાઇરલ કરીને ગળે ફાસો લગાવીને આરોપીને સજા કરવામાં આવે એવી માંગ કરતી ચિઠ્ઠી અને વિડિઓ ઉતારીને ભૂકંપ મચાવી દીધો હતો જેમાં આત્મહત્યા થયેલ મૃતકના પરિવારો મૃતદેહ લેવાનો ઇન્કાર કરવા આવ્યો હતો પરંતુ પોલીસની બાંહેધરી બાદ આજે ભારે હૈયે અમૃત નો મૃતદેહ સુરતના ડીડોલી લઇ જવાયો હતો.

Next Story
Share it