Connect Gujarat
ગુજરાત

આવતીકાલે વડોદરામાં અમિતાભ બચ્ચન ‘સયાજી રત્ન’ એવોર્ડ સ્વીકારશે

આવતીકાલે વડોદરામાં અમિતાભ બચ્ચન ‘સયાજી રત્ન’ એવોર્ડ સ્વીકારશે
X

વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડની યાદમાં બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા સયાજી રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરાઇ હતી. આગામી તા. ૨૦મી નવેમ્બરે ત્રીજો એવોર્ડ કાર્યક્રમમાં ૩૦૦૦ મહેમાનોની હાજરીમાં ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને સન્માનીત કરાશે.

બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા વર્ષ ૨૦૧૩માં એક ઉત્તમ ઉદ્દેશ સાથે સયાજી રત્ન એવોર્ડની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની જન્મ જયંતિની ઉજવણી તેમજ તેમની સમાજ પ્રત્યેની ભાવનાને ધ્યાને રાખી એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એવોર્ડ કોને આપવો તે માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિચારોને ધ્યાને રાખવામાં આવ્યા હતા.

આગામી તા.૨૦મી નવેમ્બરના રોજ બીએમએ દ્વારા ત્રીજી વખત સયાજી રત્ન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ફિલ્મ જગતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને એવોર્ડથી સન્માનીત કરાશે. જે માટેના કાર્યક્રમ માટે નવલખી મેદાનમાં ભવ્ય સામીયાણો બનાવવામાં આવ્યો છે. જ્યાં ૩૦૦૦ જેટલા મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની માટે ૧૨૫ ફૂટ પહોળો અને ૩૦૦ ફૂટ લાંબો એસી ડોમ બનાવવામાં આવ્યો છે.

Next Story