/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sad.jpg)
ડાંગ વિધાનસભા નોડલ ઓફિસરોને ચૂંટણી પૂર્વે તથા ચૂંટણી બાદની કામગીરી બાબતે અપાયુ ઉપયોગી માર્ગદર્શન
ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા ખાસ કરીને દુગર્મ વિસ્તારમાં આવેલા મતદાન મથકોને જરૂરી તમામ સાધન, સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય તેની તકેદારી સાથે, દરેક મતદાન મથકોએ સંદેશા વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચના,જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર એન.કે.ડામોરે સંબંધિત નોડલ ઓફિસરોને આપી હતી.
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ સંદર્ભે ૨૬-વલસાડ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ માટેની જુદી જુદી કામગીરીના નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરોને ચૂંટણીલક્ષી કામગીરી બાબતે સૂક્ષ્મ માર્ગદર્શન આપતા શ્રી ડામોરે ચૂંટણી જેવી સંવેદનશીલ કામગીરી બાબતે ખૂબ જ ચોક્સાઇ અને ગંભીરતા દાખવવાની પણ સૂચના આપી હતી. ચૂંટણી પૂર્વે તથા ચૂંટણી બાદની કરવાની થતી કામગીરી બાબતે સંબંધિત અધિકારીઓને સમયસર તેમની કામગીરી આટોપવાની પણ તેમણે હિમાયત કરી હતી.
ચૂંટણીની તમામ કામગીરી ક્ષતિરહિત થાય તે માટે તમામ ફરજ નિયુક્ત અધિકારી/કર્મચારીઓ તેમને સોîપવામાં આવેલી કામગીરી બાબતે પૂર્ણ જાણકારી મેળવી, ચૂંટણી સંલગ્ન નીતિ નિયમોની પૂર્ણ જાણકારી સાથે તેમની ફરજ બજાવે તે આવશ્યક છે તેમ જણાવી એન.કે.ડામોરે નોડલ ઓફિસરોને તેમની કમિટિ દ્વારા હાથ ધરાયેલી કામગીરી બાબતે જરૂરી પૃચ્છા કરી, ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
ચૂંટણીની કામગીરી નિયત સમય મર્યાદામાં જ કરવાની થતી હોઇ, તમામે તમામ કામગીરી તેના શિડ્યૂલ મુજબ જ થાય તેની તકેદારી દાખવવા સાથે, નાનામાં નાની કામગીરી બાબતે ચોક્સાઇ જાળવાઇ તે જરૂરી છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરે વધુમાં જણાવ્યુ હતું.
કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી જિલ્લાના નોડલ ઓફિસરોની અગત્યની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શિવાજી તબિયાર સહિત જુદી જુદી કમિટિના નોડલ ઓફિસરો વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.