વર્લ્ડ કપની 24મી મેચ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તા વિરૂદ્ધ રમાઈ રહી છે. યજમાન ટીમે ટોસ જીતતાની સાથે જ પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડના 397 ના સ્કોર સાથે 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા.કેપ્ટન ઈયોન મોર્ગને આક્રમક બેટિંગ કરી પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે.  મોર્ગને આક્રમક બેટિંગ કરતા 71 બોલમાં 148 રન બનાવી  તેને આ વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારી.મોર્ગન 57મા બોલે સીક્સ મારીને સેન્ચુરી પૂરી કરી હતી.વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથી સૌથી ફાસ્ટ સદી છે.

મોર્ગને પોતાની ઈનિંગમાં કુલ 17 છગ્ગા લગાવી એક વનડેમાં સૌથી વધુ સીક્સ મારનાર બેટ્સમેન પણ બની ગયો. તેણે વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલ, ભારતના રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલયર્સના 16-16 છગ્ગાઓનો રેકોર્ડ તોડ્યો છે.  મોર્ગન વર્લ્ડ કપમાં સૌથી વધુ સીક્સ મારનાર ખેલાડી પણ બની ગયો છે.

LEAVE A REPLY