Connect Gujarat
સમાચાર

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાનાર ક્રિકેટ સીરિઝનો કાર્યક્રમ જાહેર

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાનાર ક્રિકેટ સીરિઝનો કાર્યક્રમ જાહેર
X

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર સીરિઝનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ અને ત્રણ ટી-20 મેચ રમાશે.

ત્રણ મહિનાઓ સુધી ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો જામશે.જેની શરૂઆત રાજકોટમાં ટેસ્ટ મેચથી થશે અને 1 ફેબ્રુઆરીએ ટી-20 મેચ સાથે સમાપન થશે. આ સીરિઝનો કાર્યક્રમ નીચે મુજબ છે.

ટેસ્ટ મેચનો કાર્યક્રમ

પહેલી ટેસ્ટ તારીખ 9 થી 13 નવેમ્બર- રાજકોટમાં, બીજી ટેસ્ટ 17 થી 21 નવેમ્બર- વિશાખાપટ્ટનમ, ત્રીજી ટેસ્ટ 26 થી 30 નવેમ્બર- મોહાલી, ચોથી ટેસ્ટ 8 થી 12 ડિસેમ્બર- મોહાલી, પાંચમી ટેસ્ટ 16 થી 20 ડિસેમ્બર- ચેન્નઇ

વન ડે મેચનો કાર્યક્રમ

પ્રથમ વનડે 15 જાન્યુઆરી- પૂણે, બીજી વનડે 19 જાન્યુઆરી- કટક, ત્રીજી વનડે 22 જાન્યુઆરી કલકત્તા

ટી-20 મેચનો કાર્યક્રમ

પ્રથમ ટી-20 તારીખ 26 જાન્યુઆરી- કાનપુર, બીજી ટી-20 મેચ 29 જાન્યુઆરી- નાગપુર, ત્રીજી ટી-20 મેચ 1 ફેબ્રુઆરી- બેંગલુરૂ

Next Story