વર્લ્ડ કપ ની ચાહનામાં ભારતની રાષ્ટ્રીય રમત હોકી લોકો ભૂલ્યા

ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને  5-1 ગોલથી  હરાવ્યુ 

ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને  5-1 ગોલથી  હરાવીને એફઆઇએચ હોકી સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં વિજયી  રહેતા મજબૂત છાપ ઉભી કરી હતી. ટૂર્નામેન્ટમાં ભારતે પાંચ મેચમાં 35 ગોલ ફટકાર્યા હતાં. જ્યારે ભારત સામે હરીફ ટીમો માત્ર ચાર જ ગોલ નોંધાવી શકી હતી.

ભારતીય હોકી ટીમનું લક્ષ્ય આવતા વર્ષે યોજાનારા ટોકિયો ઓલમ્પિકમાં ક્વોલિફાય થવાનું રહેશે. ભારતે ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ ચાલુ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી ટોકિયો ઓલિમ્પિક  ક્વોલિફાયર્સ ટૂર્નામેન્ટમાં પ્રવેશ નિશ્ચિત કરી લીધો છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશનારી બંને ટીમોની ઓલિમ્પિકમાં રમવાની આશા જીવંત રહી છે. જોકે ટોકિયો ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવવા માટે ભારતે ક્વોલિફાયર્સ જીતવી જ પડશે.  ભારતે સેમિ ફાઈનલમાં જાપાન સામે ૭-૨થી વિજય મેળવ્યો હતો. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમા ભારત તરફથી હરમનપ્રીત સિંઘ અને વરૂણ કુમારે બે-બે ગોલ ટીમને મહત્વનું  યોગદાન આપ્યું હતું. જ્યારે  વિવેક સાગર પ્રસાદે એક ગોલ ફટકાર્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતને ફેર પ્લે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY