Connect Gujarat
ગુજરાત

ઇન્દ્રણજ ખાતે રૂા. ૨૯૦.૧૯ના ખર્ચે નવનિર્મિત સરકારી અનાજ ગોડાઉનનું લોકાર્પણ કરતાં પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ઇન્દ્રણજ ખાતે રૂા. ૨૯૦.૧૯ના ખર્ચે નવનિર્મિત સરકારી અનાજ ગોડાઉનનું લોકાર્પણ કરતાં પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
X

રાજયના અન્નય નાગરિક પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય અને અને તેમના પાકોના ભાવો મળે તેવું જે સપનું સેવ્યું છે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર સતત ચિંતિત હોવાની સાથે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના પ્રેરક નેતૃત્વ હેઠળ ખેડૂતોના પાક ટેકાના ભાવે ખરીદવા માટે સરકાર પ્રતિબધ્ધ હોવાની સાથે સારો ભાવ મળે તે માટે ચિંતિત હોવાનું કહ્યું હતું.

આણંદ જિલ્લા ના તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ખાતે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ હસ્તકના રૂા. ૨૯૦.૧૯ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી અનાજ ગોડાઉનનું લોકાર્પણ કરતાં પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તાલુકાના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શિક્ષણ-આરોગ્ય-ખેતી-ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રોના વિકાસ માટે સરકાર પ્રતિબધ્ધ હોવાનું કહ્યું હતું.

જાડેજાએ ૮૦ હજારની વસ્તી ધરાવતા તારાપુર તાલુકાના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારની અનેકવિધ યોજનાઓના લાભો સીધા પહોંચાડવામાં આવી રહ્યા હોવાની જાણકારી આપી આ ગોડાઉન તાલુકાના વાજબી ભાવની દુકાનોના સંચાલકોનો સમય-નાણાં અને બળતણમાં બચત કરનારૂં બની રહેશે તેમ કહ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="114392,114393,114394,114395,114396,114397,114398,114399,114400,114401,114402,114403,114404,114405,114406,114407,114408,114409,114410"]

જાડેજાએ રાજયના જનજનને રસ્તા, લાઇટો, પાણી, આરોગ્યા જેવી અનેક સુવિધાઓમાં વધારો કરીને ગ્રામ્યો વિસ્તારોની કાયાપલટ કરવામાં આવી છે. જેના કારણે ગ્રામ્ય કક્ષાએ પણ આજે શહેરો જેવી સુવિધાઓ ઉપ્લોબ્ધ કરાવીને શહેરો જેવી સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

જાડેજાએ ૮,૬૬૨ ચો.મી. જમીનમાં નવનિર્મિત કરવામાં આવેલ આ ગોડાઉન આધુનિક વૈજ્ઞાનિક ઢબનું બાંધવામાં આવેલ છે આ ગોડાઉનમાં ૨,૦૦૦ મે.ટન અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવે તે રીતે તેમજ તેમાં ગોડાઉન મેનેજર ઓફિસ વીજ કેન્ટીઉન, સીકયોરીટીની સુવિધા, આર.સી.સી.રોડ તથા કંપાઉન્ડ વોલની સગવડ ઉભી કરવામાં આવી છે જેથી અનાજનો સંગ્રહ વધુ સારી રીતે થઇ શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠકે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના પ્રેરક નેતૃત્વઓ હેઠળ રાજય સરકાર તાલુકાની પ્રજાની ખૂબ જ લાંબા સમયની રજૂઆતને ધ્યાને લઇને ઇન્દ્રણજ ખાતે નવનિર્મિત આ સરકારી અનાજનું ગોડાઉન તારાપુર તાલુકાના વાજબીભાવના દુકાનદારો માટે આશીર્વાદરૂપ સાબિત બનવાની સાથે જે ખંભાત સુધી જવું પડતું હતું તેમાંથી મુકિત મળતાં ૩૦ થી ૩૫ કિ.મી.નું અંતર ઓછું કાપવાની સાથે નાણાં-સમયનો જે વ્યય થતો હતો તેમાં તેઓને બચત થશે તેમ કહ્યું હતું.

પાઠકે અનાજનો ગુણવત્તા યુકત જથ્થો સામાન્ય પ્રજા સુધી પહોંચાડવા સરકારની કટિબધ્ધતા સાથે નેમ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સરકારે વિતરણ વ્યવસ્થાઆમાં સુધારો કર્યો છે. જેમાં પહેલાં અનાજના જથ્થાની ચકાસણી ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવતી તેના બદલે હવે રાજય સરકારની એફ.એસ.એલ. (ફોરેન્સી.ક સાયન્સ લેબોરેટરી)માં ચકાસણી કરવામાં આવે છે. તેટલું જ નહીં પણ અનાજનો જથ્થો પહોંચ્યા બાદ પણ તેની ચકાસણી કરવામાં આવે છે. આમ અનાજના જથ્થાની બે વાર ચકાસણી કરવામાં આવે છે. જેથી સામાન્ય‍ પ્રજા સુધી ગુણવત્તાયુકત અનાજથો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.

પાઠકે રાજય સરકારની પુરવઠા વિતરણની સુદ્રઢ પધ્ધતિના કારણે સમગ્ર દેશમાં તેની નોંધ લેવાની સાથે અન્ય રાજયો પણ તેનો અમલ કરવા પ્રેરાયા હોવાનું જણાવી રાજય સરકારની આ સુદ્રઢ વિતરણ વ્યવસ્થાનને કારણે રાજય સરકારને એવોર્ડ પ્રાપ્ત થયો હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે પુરવઠા રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તેદ અન્નબ્રહ્મ યોજનાના તાલુકાના પાંચ લાભાર્થીઓને રેશનકાર્ડ અને ૧૦ કીલો અનાજની કીટ આપવામાં આવી હતી. જયારે નવનિર્મિત ગોડાઉનની મુલાકાત લઇને ગોડાઉનના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.

જિલ્લા કલેકટર દિલીપ રાણાએ આ પ્રસંગે તારાપુર તાલુકાની જનતાને ઝડપથી તેમજ ગુણવત્તાયુકત અનાજનો જથ્થો પુરવઠાની દુકાનો સુધી પહોંચે તે માટે તારાપુર ખાતે નવનિર્મિત આ સરકારી ગોડાઉન કાર્યરત કરવામાં આવ્યું હોવાનું જણાવી તારાપુર તાલુકાની ૮૦ હજારની વસતિને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો સીધેસીધા તેમના સુધી પહોંચે તે માટે જનવિકાસ ઝુંબેશ હાથ ધરી ૫૦ હજાર લાભાર્થીઓ સુધી પહોંચવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. જેની સામે અત્યાર સુધીમાં ૩૨ હજારથી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોથી લાભાન્વિત કરી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.

પ્રારંભમાં જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇ બામણિયાએ સ્વાગત પ્રવચન કરતાં આણંદ જિલ્લામાં ગુજરાત નાગરિક પુરવઠા હસ્તક હાલ ૦૭ ગોડાઉન કાર્યરત હતા. જયારે આજે તારાપુર ખાતે ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવતાં હવે જિલ્લામાં કુલ ૦૮ ગોડાઉન કાર્યરત થશે તેમ જણાવી તારાપુર તાલુકામાં કુલ-૩૫ વાજબી ભાવની દુકાનો જોડાયેલ છે. જેના મારફતે મધ્યાહન ભોજનમાં કુલ-૫૪ કેન્દ્રો તથા આંગણવાડીના કુલ-૧૦૨ કેન્દ્રોને અત્યાર સુધી ખંભાતના ગોડાઉન ખાતે વિતરણ માટેનો જથ્થો લેવા જવું પડતું હતું. પરંતુ હવે તારાપુર ખાતે આ ગોડાઉન કાર્યરત થતા ૩૨ કિ.મી. જેટલો અંતરમાં ઘટાડો થતાં નજીકથી સમયસર જથ્થો મળી રહેવાની સાથે સમય-નાણાં અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે તેમ કહ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત, પ્રાંત અધિકારી નિલોફર શેખ, તાલુકાના અગ્રણીઓ ભાનુશંકર જોષી, પ્રવિણભાઇ, જશુભા ગોહિલ, એ.પી.એમ.સી.ના ચેરમેન, ઇન્દ્રણજ ગામના સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વાજબી ભાવની દુકાનોના સંચાલકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story