Top
Connect Gujarat

ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો INSAT-3DR

ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો INSAT-3DR
X

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ ગુરૂવારે હવામાનની જાણકારી મેળવવા માટેના સેટેલાઇટ INSAT-3DRનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું.

ઇસરોએ આંધ્રપ્રદેશના હરિકોટામાંથી GSLV-Mk2 લોન્ચ વ્હિકલ દ્વારા અંતરિક્ષમાં સ્થાપિત કર્યુ હતું. આ સેટેલાઇટ હવામાન સાથે સંકળાયેલી આંકડાકિય માહિતી પુરી પાડશે.

આ ઉપગ્રહને 28 ઓગષ્ટના રોજ લોન્ચ કરવામાં આવનાર હતું. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર તેનું લોન્ચિંગ વિલંબિત થયું હતું.

ઉપગ્રહનો લોન્ચિંગ ટાઇમ સાંજે 4:10 મિનિટનો હતો. પરંતુ તેમાં વિલંબ થતાં ઉપગ્રહને 4:50 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચ કર્યાની 17 મિનિટ બાદ INSAT-3DR કક્ષામાં સ્થાપિત થઇ ગયો હતો.

છોડવામાં આવેલ સેટેલાઇટ INSAT-3DRનું વજન 2,211 કિલો છે. દેશમાં એવુ પ્રથમવાર બન્યું છે કે વિકસિત ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ જીએસએલવીના ઓપરેશન ફ્લાઇટમાં કરવામાં આવ્યો છે.

Next Story
Share it