ઇસ્તંબુલમાં આતંકી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઈનરનું મોત

તુર્કીના ઇસ્તંબુલ શહેરના એક ક્લબમાં 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં વડોદરાની ફેશન ડિઝાઈનર ખુશી શાહનું પણ કરુણ મોત નીપજ્યું હતુ.
બોલીવુડમાં સીને સીતારાઓના ડ્રેસ ડિઝાઇન કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર છવાઈ જવાના દૃઢ સંકલ્પ સાથે વડોદરાના જેતલપુર રોડ પર ચીકીવાડીમાં રહેતી ખુશી શાહ મુંબઈમાં સ્થાયી થઇ હતી.
નવા વર્ષની ઉજવણી માટે ખુશી તુર્કીના ઇસ્તંબુલ ખાતેના એક ક્લબમાં ગઈ હતી, જોકે હર્ષોલ્લાસની આ ક્ષણ માતમમાં ફેરવાઈ જશે એવી કોઈને પણ કલ્પના ન હતી અને સૌ કોઈ પોતાની ઉજવણીમાં મસ્ત હતા, અને ત્યારે જ સાંતાક્લોઝના ડ્રેસમાં આવેલા હુમલા ખોરોએ આડેધડ ગોળીબાર કરી દેતા 35 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ હુમલામાં ખુશી શાહનું પણ મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. ખુશીએ બોલીવુડની નામાંકિત સેલીબ્રીટીના કપડા પણ ડિઝાઇન કર્યા હતા.