Connect Gujarat

ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલની ચોથી સિઝનનો પ્રારંભ

ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલની ચોથી સિઝનનો પ્રારંભ
X

ભારતીય ફૂટબોલની એલિટ ટુર્નામેન્ટ - ઈન્ડિયન સુપર લીગની ચોથી સિઝનનો તારીખ 17મીની સાંજ થી પ્રારંભ થશે. કોચીમાં ગત વર્ષના ચેમ્પિયન એટ્લેટિકો ડી કોલકાતાનો મુકાબલો રનર્સ અપ બનેલી કેરાલા બ્લાસ્ટર્સ સામે થશે. ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં 10 ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ચાર મહિના દરમિયાન 95 મુકાબલા ખેલાશે.

કોચીમાં સાંજે 7.15 થી આઈએસએલની ચોથી સિઝનનો રંગારંગ પ્રારંભ થશે, જેના ઉદ્ઘાટન સમારંભમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફ આકર્ષણ જમાવશે. ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં ચોથી સિઝનથી બે નવી ફ્રેન્ચાઈઝીઓને સામેલ કરવામાં આવી છે, જેના કારણે આઠ ટીમોની લીગ હવે 10 ટીમોની બની ગઈ છે.

જમશેદપુર અને બેંગાલુરુ એમ બે નવી ફ્રેન્ચાઈઝીઓ આ સિઝનથી જોડાઈ છે. ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલની ચોથી સિઝનમાં કુલ મળીને 78 વિદેશી ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. કોચીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આજ રાત્રે 8.00 વાગ્યાથી કોલકાતા અને કેરાલા વચ્ચેનો મુકાબલો શરૃ થશે.

Next Story
Share it