Connect Gujarat
ગુજરાત

ઉકાઇ ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં વરૂણદેવની પૂજા અર્ચના કરાઇ

ઉકાઇ ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં વરૂણદેવની પૂજા અર્ચના કરાઇ
X

રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે ઉકાઇ ખાતે સિંચાઇ ફેડરેશન પરિવાર દ્વારા આયોજીત સત્યાનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહી વરૂણદેવની પૂજા અર્ચના કરી સારા વરસાદ માટે વરૂણદેવને વિનવ્યા હતા.

[gallery td_gallery_title_input="ઉકાઇ ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં વરૂણદેવની પૂજા અર્ચના કરાઇ" td_select_gallery_slide="slide" size="large" ids="103900,103901,103902,103903,103904,103905,103906"]

ઉકાઇ સિંચાઇ ફેડરેશન દ્વારા આયોજીત સત્યનારાયણની કથા અને વરૂણ દેવની પૂજા અર્ચનાનો જવાબ વાળતો હોય એમ કુદરતે મંત્રી પરમાર જેવા પૂજા અર્ચના કરવા બેઠા કે તરત જ જોરદાર વરસાદની હેલી વરસી ગઇ હતી. હાલમાં સમગ્ર રાજયની જેમ તાપી જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ઉકાઇ સિંચાઇ ફેડરેશન દ્વારા વરૂણ દેવને રિઝવવા માટે પૂજાનું આયોજન કર્યું હતું. મંત્રી પરમારે સંપૂર્ણ શ્રદ્ધાભાવ સાથે સત્યનારાયણની કથા સાંભળી વરૂણદેવની પૂજા અર્ચના કરી હતી.

પૂજા અર્ચના અગાઉ મંત્રીએ દક્ષિણ ગુજરાત જીવાદોરી સમાઉકાઈ જળાશયની મુલાકાત લઈ સંગ્રહિત પાણીની સપાટી સહિત ડેમની ટેકનીકલ જાણકારી મેળવી હતી.આ પ્રસંગે ડેમના અધિક્ષક ઈજનેર આર.એમ. પટેલે મંત્રીને ડેમના કેચમેન્ટ એરિયા, પાણી છોડવાના ગેટ, ડાઉનસ્ટ્રીમ, લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી, વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ પાસાઓથી મંત્રીને વિગતવાર જાણકારી આપી હતી. તેમણે હાલમા ડેમમાં રહેલ જળ સંગ્રહની જાણકારી આપ જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ પ્રથમવાર ડેમમાં પાણીનું સૌથી નીચા સ્તર ૨૭૮ ફૂટ થતા કેટલીક જ્ગ્યાએ સમાર કામ પણ કરવામાં આવી રહ્યું હોવાની બાબતોથી પણ મંત્રીને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર પી.જી.વસાવા, સોનગઢ મામલતદાર ડી.કે.વસાવા, સિંચાઈ ફેડરેશન પરિવારના સભ્યોસહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it