અંકલેશ્વરનાં માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિતે થાય છે ખાસ પૂજા

ઉત્સવના સમૂહ અને પ્રકાશના પર્વ એવા દિવાળી પર્વની કાળી ચૌદશ નિમિતે જ્યાં તાંત્રિકો સાધના કરી આસુરી શક્તિને રિઝવા માટે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વરનાં સિદ્ધ ટેકરી પર બિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવના શિવલિંગને ભાતના પીંડથી  ઢાંકી પૂજન અર્ચના કરવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાં આવે છે. જેનો લાભ લેવા મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા.

તપોભૂમિ અંકલેશ્વર નગરના સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિના તપથી પ્રસન્ન થઇ સ્વયંભુ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજેલા ભગવાન શિવના માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં 12 જ્યોતિર્લીંગમાનું એક એવા ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવજીની વિશેષ પૂજા રૂપે કાળી ચૌદશ નિમિતે જેમ ભાતના પીંડથી ઢાંકી દેવામાં આવે છે. તે જ રીતે ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિતે બપોર બાદ ભગવાન શંકરના શિવલિંગને ભાતના પીંડથી શાસ્ત્રોક્ત વિધિ સાથે ઢાંકી દેવામાં આવે છે. તેના દર્શન અને મહાઆરતીનો લાભ લેવા હજ્જારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

માંડવેશ્વર મહાદેવ ખાતે યોજવામાં આવેલી ભાતપીંડ વિધિમાં આજરોજ હજારો ભક્તો એ ભાગ લીધો હતો. આ ઉપરાંત દિવાળી,નૂતન વર્ષ, ભાઈબીજ, સહીત લાભપાંચમ સુધીના ઉત્સવ સુધી રંગોળી દર્શન તેમજ શ્રુંગાર દર્શન સહિત વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આગામી 25મી ડિસેમ્બરના રોજ અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY