Connect Gujarat

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ આરૂઢ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ આરૂઢ
X

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે વિધીવત શપથ ગ્રહણ કર્યા હતા,જયારે તેઓની સાથે બે નાયબ મુખ્યપ્રધાનો સહિત નવા મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા.

યુપી સીએમ તરીકે ભાજપ હાઇકમાન્ડે ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથ પર પસંદગીનો કળશ ઢોળતા તારીખ 19મી નારોજ લખનૌ સ્થિત કાંશીરામ સ્મૃતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો,જેમાં રાજ્યપાલ રામનાઇકએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને સીએમ તરીકે શપથ લેવડાવ્યા હતા.ઉત્તરપ્રદેશનાયુપીના 21માં સીએમ યોગી આદિત્યનાથ બન્યા છે.તેઓની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે કેશવ પ્રસાદ મૌર્ય,દિનેશ શર્મા એ પણ શપથ લીધા હતા.સાથે સાથે નવા મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લેતા હવે કાર્યભાર સંભાળશે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,ભાજપ શાસિત રાજ્યો ના મુખ્યમંત્રીઓ,NDA સરકારના નાયબ મુખ્યમંત્રીઓ,કેન્દ્રીય પ્રધાનો સહિત ભાજપના ટોચના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it