Connect Gujarat

ઉત્તરપ્રદેશમાં જબલપુર મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ખડી પડતા 22 ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશમાં જબલપુર મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ખડી પડતા 22 ઈજાગ્રસ્ત
X

ઉત્તરપ્રદેશના મહોબા નજીક ગુરુવારના રોજ જબલપુર મહાકૌશલ એક્સપ્રેસની એક મોટી દુર્ઘટના બની હતી.જેમાં આ ઘટનામાં ટ્રેનના 8 જેટલા ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા ,અને 22 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

રેલમંત્રી સુરેશ પ્રભુએ મિડીયાને જણાવ્યુ હતુ કે ટ્રેન મધ્યપ્રદેશના જબલપુરથી દિલ્હી નિઝામપુર આવી રહી હતી ત્યારે મહાકૌશલ એક્સપ્રેસ લગભગ રાતે2.30 વાગેના સમયે આ ઘટના મહોબા અને કુલપહાડ સ્ટેશનની વચ્ચે બની હતી. આ ઘટમાં માં ટ્રેનના પાછળના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા,જેમાં 4 ડબ્બા એસીના , 2 જનરલ અને 1 સ્લીપર સહિત 8 ડબ્બા હતા.

આ ઘટના ની જાણ થતા પોલીસ કર્મી, અધિકારી ત્યાં આવી પહોંચ્યા હતા. ઘટના સ્થળની મુલાકાત સીએમ યોગી આદિત્યનાથ પણ લેશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story
Share it