Connect Gujarat

ઉત્તરપ્રદેશ એટીએસે આતંકી સૌફુલ્લાને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો

ઉત્તરપ્રદેશ એટીએસે આતંકી સૌફુલ્લાને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો
X

ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવાના ઈરાદાથી આવેલ આતંકીઓના મનસૂબાને યુપી એટીએસે નાકામ કરી દીધો છે. જેમાં સૈફુલ્લા નામનો આતંકી માર્યો ગયો છે અને પોલીસને તેના રૂમમાંથી ટ્રેનનો નકશો, ISISનો ઝંડો પણ મળ્યો છે જેનાથી એક વાત નક્કી છે કે તેઓ પુરી તૈયારી સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા પુરી તૈયારી સાથે આવ્યા હતા.

સૂત્રીય માહિતી અનુસાર ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં બોમ્બનો ફોટો પાડીને સીરિયા મોકલવામાં આવ્યો હતો.અને આ ઘટના બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી હતી અને જાણકારી અનુસાર મધ્યપ્રદેશમાં પીપરીયા માંથી 3 આતંકીઓને ઝડપી લીધા.

is4_1488946283

ત્યારબાદ આ આંતકીઓની પુછપરછના આધારે કાનપુરમાંથી બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી અને કાનપુરથી પકડાયેલ આતંકી પાસેથી મળેલ માહિતીને આધારે લખનઉ ના ઠાકુરગંજ માં છાપો મારવામાં આવ્યો હતો જેમાં 11 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં સૌફુલ્લા નામનો આતંકી માર્યો ગયો હતો.

જેમાં બીજા આતંકીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને સુરક્ષા એજન્સીઓએ તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story
Share it