Connect Gujarat

ઉત્તરાયણ પર્વમાં કાઈપો છે અને લપેટના નાદ સાથે ઉંધિયા જલેબીની મિજબાની

ઉત્તરાયણ પર્વમાં કાઈપો છે અને લપેટના નાદ સાથે ઉંધિયા જલેબીની મિજબાની
X

ઉત્તરાયણ પર્વ નિમિતે સવારથી જ પતંગબાજો એ મકાનના ધાબા પર પોતાનું સ્થાન જમાવીને પતંગ યુદ્ધનો પ્રારંભ કર્યો છે.સાથે સાથે ચીક્કી,મમરાના લાડુ અને ચટાકેદાર ઉંધિયું અને જલેબીની લિજ્જત માણી ને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે.ઉત્તરાયણઉત્તરાયણનો પર્વ એટલે ન કેવળ પતંગ ઉડાવીને મનાવવા પૂરતો નહિ પરંતુ આજના આ પવિત્ર દિવસે ગૌ પૂજા સાથે દાનધર્મનો મહિમા પણ રહેલો છે.સવારની કાતિલ ઠંડી સાથે પવનના સુસવાટા હોવા છતાં પતંગ રસિયાઓ એ એક પલની તક ગુમાવ્યા વગર સૂર્યદેવ ની પહેલી કિરણ સાથે પતંગ ઉડાડવાની શરૂઆત કરી હતી.અને એ કાઈપો છે,લપેટ ના ગગનભેદી નારાઓ પણ ગુંજવા માંડ્યા હતા.

દરેક તહેવાર ની ઉજવણી ની સાથે ચટાકેદાર વાનગીઓ નો મહિમા પણ વણાયેલો છે,એજ રીતે ઉત્તરાયણ પર્વમાં ઉંધીયું,જલેબી,સીંગ તલ ની ચીક્કી,મમરાના લાડુ સહિત ની વાનગીઓ આરોગીને ઉત્સવ પ્રિય લોકો મોજ માણી રહ્યા છે.

Next Story
Share it