Top
Connect Gujarat

ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર કલાસવા ગેંગનો આરોપી દબોચાયો, 60 ગુન્હાની કબૂલાત

ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર કલાસવા ગેંગનો આરોપી દબોચાયો, 60 ગુન્હાની કબૂલાત
X

અરવલ્લી સહિત આસપાસ ત્રણ જિલ્લાઓમાં તરખાટ મચાવનાર છ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલિસે ઝડપી પાડ્યો છે,આરોપી ચોરીનું સોનુ અને ચાંદી વેચાવા જતાં પહેલા જ પોલિસ જાપ્તામાં આવી ગયો હતો.

મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા છ વર્ષથી તરખાટ મચાવનાર કલાસવા ગેંગનો મોસ્ટ વોન્ટેડ આરોપી પોલિસ પકડમાં આવી ગયો છે. પોલિસ જાપ્તામાં આવેલ આરોપી મુકેશ કલાસવા.ચોરીનો મુદ્દામાલ સાથે ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા નજીક આવવાની ચોક્કસ બાતમીને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલિસે એક સો છત્રીસ ગ્રામ સોનું તેમજ સાતસો ચાળીસ ગ્રામ ચાંદી સાથે કુલ છ લાખ ચોત્રિસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી ભિલોડાના બજારમાં કોઇક સોનીને ત્યાં વેચવાનો હતો, જોકે આરોપી પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ પોલિસના જાપ્તામાં આવી ગયો હતો,, કલાસવા ગેંગના અન્ય સાગરિતોની પોલિસે પહેલા ઝડપી પાડ્યા છે, ત્યારે મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવામાં પોલિસને મોટી સફળતા મળી છે. આરોપી દિવસ દરમિયાન મોટર સાયકલ લઇને સોસાયટી તેમજ ગામડાઓમાં ફરી બંધ મકાનની રેકી કરતા હતા ત્યારબાદ રાત્રીના સમયે કટરથી તાળા કાપીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા ત્યારે મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલિસે ચોક્કસ બાતમીને આધારે ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલિસ પૂછપરછમાં આરોપી અત્યાર સુધીમાં છેત્તાળીસ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલો હતો, જ્યારે તેણે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વધુ ચૌદ ગુન્હાઓની કબૂલાત કરતા કુલ સાઇઠ જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો છે

Next Story
Share it