Connect Gujarat

ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મળ્યા પીએમ મોદીને, મુલાકાત દરમ્યાન CAA-NRC મુદ્દે કરી ચર્ચા

ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મળ્યા પીએમ મોદીને, મુલાકાત દરમ્યાન CAA-NRC મુદ્દે કરી ચર્ચા
X

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારે CAA અને NRC જેવા મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હી ખાતે આ તેમનો પ્રથમ પ્રવાસ હતો. દિલ્હી પ્રવાસ દરમ્યાન તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પણ મુલાકાત કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, ત્યારે દિલ્હી પ્રવાસ દરમ્યાન ઉદ્ધવ ઠાકરે સાથે તેમનો દિકરો આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે, હાલ મહારાષ્ટ્રમાં શાંતિ છે. તો CAA અને NRC મુદ્દે કોઈએ પણ ડરવાની જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, CAAનો કાયદો પડોશી દેશમાં જે લઘુમતી સમુદાય છે, તેમને નાગરિકતા આપવાને લગતો કાયદો છે, ત્યારે સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમ્યાન વિશેષ

ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Next Story
Share it