/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/Untitled-1-copy.JPG-2-1.jpg)
હજુ તો ઉનાળા ની શરૂઆત થઈ છે ત્યાં તો ભરૂચ ના કેટલાક વિસ્તારોમાં માં પાણી નો કાળો કહેર વર્તી રહ્યો છે. પાણી એ જીવન ની મૂળ ભૂત જરૂરિયાત હોય અને પાણી જ ન મળે તો માનવી શુ પશુ ઓ પણ ત્રાહિમામ થઈ જાય છે. પણ ભરૂચ નગરપાલિકાના જાડી ચામડી ના પદ અધિકારીઓને કોણ સમજાવે.
ભરૂચ ખાતે હવે એક નવી કહેવત વહેતી થઈ છે કે પ્રજા ત્રસ્ત અને નેતા મસ્ત પણ નેતાઓ ને પણ ખબર હોવી જોઈએ કે આજ પ્રજા એ એમને ખોબે ખોબે વોટ આપી ને પદ પર બેસાડ્યા અને આજે એવી પરિસ્થિતી આવીને ઉભી છે કે નેતાઓ આ પ્રજા ની રજુઆત ને આંખ આડા કાન કરી રહ્યા છે.
જોકે વોડ નંબર 8 મા આવેલ ન્યુઆનંદ નગર સોસાયટી ના રહીશો એ માટલા સાથે નગરપાલિકા ઉપર દોડી આવી પીવાના પાણી મુદ્દે ભરૂચ નગરપાલિકા પ્રમુખ કેબીન ની બહાર મહિલાઓ માટલા ફોડી સુત્રોચાર કરતા પાલિકાના અધિકારીઓ માં કુતુહલ સર્જાયો હતો.
પાલિકા પ્રમુખ ગેરહાજરી હોય કેબીન પર તાળુ લટકતું જોઈ ભારે વિરોધ કરનારી મહિલાઓ એ જણાવ્યું હતું કે અમારા નગર સેવક મનહર પરમાર ભાજપ માજોડાય તેથી નગરજનો ને શુ લાભ રાજકારણી ઓના અદરો અંદર ની ડખા ના કારણે બિચારી પ્રજા વચ્ચે સેન્ડવીચ બની રહી છે.