ઉનાળામાં બરફ ખાતાં પહેલાં ચેતજો, આઈસ ફેક્ટરીના માલિકો કરે છે આવું

New Update
ઉનાળામાં બરફ ખાતાં પહેલાં ચેતજો, આઈસ ફેક્ટરીના માલિકો કરે છે આવું

વડોદરાનાં લોકોને ક્લોરિન વિનાનો બરફ ખવડાવી આરોગ્ય સાથે ચેડાં કરતી ફેક્ટરીઓમાં પડ્યા દરોડા

Advertisment

વડોદરામાં ઉનાળાની ગરમીમાં તકનો લાભ લઇ ક્લોરીન વિનાના બરફનું વેચાણ કરી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી બરફની 4 ફેક્ટરીઓ ઉપર આજે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ગાયત્રી આઇસ ફેક્ટરીનો 1000 કિલો ક્લોરીન વિનાના બરફનો સ્થળ પર નાસ કર્યો હતો.

ઉનાળાની ઋતુના પ્રારંભ સાથેજ શહેરમાં બરફનું ધૂમ વેચાણ શરૂ થઇ ગયું છે. તેમાંય કાળઝાળ ગરમી પરાકાષ્ઠાએ પહોંચતા બરફનું ઉત્પાદન કરતી ફેક્ટરીના સંચાલકો શહેરીજનોના આરોગ્યની પરવા કર્યા વિના ક્લોરીન વિનાના બરફનું વેચાણ કરી રહ્યા છે.

ક્લોરીન વગરનો બરફ આરોગવાથી થતાં રોગોને અટકાવવા માટે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારથી મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ગાયત્રી નામની બરફની ફેક્ટરીઓ ઉપર દરોડા પાડ્યા હતા. આ ફેક્ટરીઓમાંથી ક્લોરીન વિનાનો બરફનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે ક્લોરીન વગરના મળી આવેલા આશરે 1000 કિલો ઉપરાંત બરફનો નાશ કર્યો હતો.

ફૂડ ઇન્સ્પેકટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં બરફના ગોળાનું વેચાણ શરૂ થાય છે. આ સાથે શેરડીના કોલા, કેરી રસના સરબત, તડબૂચના ખૂમચા દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગોમાં પણ બરફની લાદીઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ગરીબ લોકો બરફ ઘરે લઇ જઇને ઠંડુ પાણી પીવા ઉપરાંત અન્ય ઉપયોગ કરે છે. આમ ઉનાળામાં વિવિધ રીતે બરફનો ઉપયોગ થાય છે. અને ગરમીના પગલે બરફની તિવ્ર માંગ રહેતી હોય છે. જે માંગને પહોંચી વળવા માટે બરફનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓના સંચાલકો કમાઇ લેવાની વૃત્તીથી કોઇ પણ જાતની ગુણવત્તા જાળવ્યા વિના બરફનું ઉત્પાદન કરે છે. અને બજારમાં તેનું વેચાણ કરે છે. જેમાં ખાસ કરીને ક્લોરીન વિનાના બરફનું વેચાણ કરે છે.

ફૂડ ઇન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું કે, ક્લોરીન વગરનો બરફ ખાવાથી કમળો, ચામડીના રોગ, તાવ, કાકડા ફૂલવા, પેટની બિમારી જેવા રોગો થાય છે. શહેરીજનોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે આજે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એકજ માલિકની ગાયત્રની નામની બરફની બે ફેક્ટરી, ફતેપુરા તેમજ પ્રતાપનગર ખાતે આવેલી બરફની ફેક્ટરીઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. મકરપુરાની ગાયત્રી આઇસ ફેક્ટરીમાંથી ક્લોરીન વગરનો ઉત્પાદીત 1000 કિલો બરફનો નાશ કરવામાં આવ્યો હતો.

Advertisment
Latest Stories