Connect Gujarat

ઉમેદવાર જાતિ,ધર્મ, ભાષા કે સંપ્રદાયના નામ પર નહિ માંગી શકે મતો : સુપ્રીમ

ઉમેદવાર જાતિ,ધર્મ, ભાષા કે સંપ્રદાયના નામ પર નહિ માંગી શકે મતો : સુપ્રીમ
X

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ચૂંટણી અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જે અનુસાર કોઈ પણ ઉમેદવાર કે તેનો પ્રતિનિધિ ચૂંટણી પ્રચારમાં જાતિ, ધર્મ, ભાષા કે સંપ્રદાય દ્વારા મત માટેની માંગણી કરી નહિ શકે. ચૂંટણીએ બિનસાંપ્રદાયિક પ્રક્રિયા છે જેથી આ અંગેની કામગીરી પણ એવીજ હોવી જોઈએ તેમ સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ હતુ.

કોર્ટે આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે જનપ્રતિનિધિત્વ ના કાયદાની કલમ 123 (3) અનુસાર ઉમેદવારના આવા કાર્યને ભ્રષ્ટ આચરણ ગણાવ્યુ છે, આ સાથે સામેના ઉમેદવારના જાતિ, ધર્મનો માટે માંગવા માટે ઉપયોગ નહિ થઇ શકે.

ચૂંટણી પંચે પણ આ કાયદાને પોતાનું સમર્થન આપ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે આ અંગેનો નિયમ ચૂંટણી પંચ દ્વારા અગાઉ બનાવ્યો હોવા છતાં તેનું પાલન પણ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યુ ન હતુ પરંતુ હવેથી કોર્ટ દ્વારા કાયદાનું રૂપ આપીને તેને પરિભાષિત કરાયો છે.

Next Story
Share it