Connect Gujarat

ઉરીના હુમલા બાદ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા યોગ્ય સમયની જોવાતી રાહ

ઉરીના હુમલા બાદ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા યોગ્ય સમયની જોવાતી રાહ
X

રશિયાએ POKમાં લશ્કરી કવાયત અને હેલિકોપ્ટર ડીલ રદ કરી ભારતને આપ્યુ સમર્થન

રવિવારે જમ્મુ કાશ્મીરના ઉરીમાં લશ્કરના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યા છે અને ભારતીય લશ્કરે પણ યોગ્ય સમયે પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી દર્શાવી છે.

ઉરી આતંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભારત સરકાર પણ આ બાબતે સખ્ત કાર્યવાહી કરે તેવા એંધાણ વર્તાય રહ્ય છે, PM મોદીએ સોમવારના રોજ આ ઘટના અંગે વિવિધ મિટિંગો બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે પણ ચર્ચા કરી હતી. જયારે ડીજીએમઓ લે.જનરલ રણબીરસિંહે કહ્યુ હતુ કે પાકિસ્તાનને યોગ્ય સમયે જવાબ અપાશે, પરંતુ જગ્યા અને સમય આપણે નક્કી કરીશું.

જયારે ઉરી હુમલાબાદ રશિયા એ પાકિસ્તાન સાથેની લશ્કરી કવાયત અને MI-35 હેલિકોપ્ટર આપવાનો નિર્ણય બદલી નાખતા પાકિસ્તાનને ફટકો પડયો છે. અને રશિયાએ ત્રાસવાદ મામલે ભારતને સમર્થન જાહેર કરતા પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story
Share it