Top
Connect Gujarat

ઋત્વિક રોશને દુનિયાનાં  મોસ્ટ હેન્ડસમ એકટરનો ખિતાબ મેળવ્યો

ઋત્વિક રોશને દુનિયાનાં  મોસ્ટ હેન્ડસમ એકટરનો ખિતાબ મેળવ્યો
X

ઋત્વિક રોશન ફક્ત ભારતમાં જ નહીં, પૂરી દુનિયાનો સૌથી હેન્ડસમ એકટર બની ગયો છે. આ પહેલા અભિનેતા ત્રણ વરસ સુધી મોસ્ટ સેક્સિએસ્ટ એકટરનો ખિતાબ જીત્યો હતો. આ યાદી વર્લ્ડ ટોપ મોસ્ટ 2018 દ્વારા બનાવવામાં આવી છે. જેમાં જુનિયર રોશને નંબર વનનું સ્થાન મેળવ્યુ છે.

ઋત્વિક રોશન વિશ્વમાં મોસ્ટ હેન્ડસમ એકટરનો ખિતાબ મેળવ્યો છે. આ માન મેળવવા માટે એકટર્સના લુક, ગ્લોબલ ફેન ફ્લોઇંગ, બોક્સ ઓફિસ પરફોર્મન્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને લગતી દરેક બાબતો પર ધ્યાન આપવામાં આવે છે. આ પહેલા રોશન પુત્ર સેક્સિએસ્ટ મેન, હોટેસ્ટ મેન ઓફ ધ પ્લેનેટનો ખિતાબ પણ મેળવી ચુક્યો છે.

આ યાદીમાં ઋત્વિક બાદ રોબર્ટ પેટિનસન, તાઇવાન એકટર ગોડફ્રે ગાઓ અને ક્રિસ ઇવાન્સ છે. જ્યારે પાંચમાં સ્થાન પર ફરી બોલીવૂડનો અભિનેતા સલમાન ખાન છે. ઋત્વિકનાં લુક, એકટિંગ અને ડાન્સ પર દર્શકો ખુશ છે.

Next Story
Share it