Connect Gujarat
લાઇફસ્ટાઇલ

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી લૈલા મજનુ ફિલ્મ બનાવશે

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી લૈલા મજનુ ફિલ્મ બનાવશે
X

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી લૈલા મજનુની અનોખી પ્રેમકથા રૃપેરી પડદે લાવવાના છે. એકતાએ તાજેતરમાં જ આ ફિલ્મની ઘોષણા ટ્વિટર પર કરી હતી.

એકતાએ ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, લૈલા મજનુની એપિક સ્ટોરીને ઇમ્તિયાઝ અલી સાથે ફરીથી બનાવવા હું ઉત્સાહિત છું. આ એક એવી પ્રેમકથા છે જે કદી મરતી નથી કે જુની થતી નથી. આ ફિલ્મના સ્ટાર કાસ્ટ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લૈલા મજનુ પર ફિલ્મ બની ગઇ છે જેમાં રિશી કપૂર, રંજીતા અને ડેનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Next Story
Share it