Top
Connect Gujarat

એક્શનથી ભરપૂર એવું "કમાન્ડો 2 " નું દિલધડક ટ્રેલર રિલીઝ

એક્શનથી ભરપૂર એવું કમાન્ડો 2  નું દિલધડક ટ્રેલર રિલીઝ
X

કમાન્ડોમાં પોતાના એક્સનથી લોકોના દિલ જીતનાર વિઘુત જામવાલની આગામી ફિલ્મ "કમાન્ડો 2"નું દિલધડક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.

આ ફિલ્મ મુખ્યત્વે દેશના કાળા નાણાંની વિદેશોમાં થતી હેરાફેરી અને તેને અંજામ આપનાર વિકી ચડ્ડા નામનો વ્યક્તિ કે જે આ હેરાફેરીનો મુખ્ય દલાલ છે તેને ભારત પાછા લાવવાની વાત કરવામાં આવી છે.

જેમાં એસીપી બખ્તાવર, ભાવના રેડ્ડી, ઝફર, અને કેપ્ટન કરણવીરસિંહ ડોગરાની ટીમ કે જે આ કાળાનાણાંના મિશનને પાર પાડવા માટે સરકાર દ્વારા મલેશિયા મોકલવામાં આવે છે.

આ ફિલ્મમાં વિદ્યુત જામવાલના સ્ટન્ટ્સ ખુબ જ રોમાંચિત કરે તેવા છે. દેવેન ભોજાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક્સન, કેમેસ્ટ્રી અને સસ્પેન્સ થી ભરપૂર હશે અને તે 3 માર્ચ 2017ના રોજ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મમાં વિદ્યુત સિવાય અન્ય પાત્રોમાં અદાહ શર્મા, ફ્રેડી દારૂવાલા, ઠાકુર અનુપ સિંહ, એશા ગુપ્તા તેમજ આ દિલ હુસૈનનો સમાવેશ થાય છે.

Next Story
Share it