Connect Gujarat

એક્શન અને રોમાન્સ થી ભરપૂર બે સિક્વલ હિન્દી ફિલ્મ ફોર્સ-2 અને તુમ બિન -2 રિલીઝ

એક્શન અને  રોમાન્સ થી ભરપૂર બે સિક્વલ હિન્દી ફિલ્મ ફોર્સ-2 અને તુમ બિન -2 રિલીઝ
X

હિન્દી ફિલ્મો ના શોખીનો શુક્રવાર ના દિવસ ની આતુરતાથી રાહ જોતા હોય છે અને આજે તારીખ 18મી શુક્રવાર ના રોજ બે હિન્દી ફિલ્મો ની સિક્વલ ફોર્સ -2 અને તુમ બિન -2 રિલીઝ થઇ હતી.

ફોર્સ -2 માં જોઈએ તો મુખ્ય અભિનેતા જોન અબ્રાહમ,સોનાક્ષી સિન્હા,અને તાહિર રાજ ભસીન ને નિભાવ્યો છે,જ્યારે નિર્માત વિપુલ શાહ અને જોન અબ્રાહમ તથા નિર્દેશક અભિનવ દેવ તેમજ સંગીત અમાલ મલિકે આપ્યુ છે.ફિલ્મની પટકથા જોઈએ તો "રો"ના ત્રણ અંડર કવર એજન્ટ એક પછી એક રહસ્યમય રીતે ચીન,હોંગકોંગ અને દક્ષિણ કોરીયા માં હત્યા નો ભોગ બને છે.કોઈ એવુ ગદ્દાર છે જે ચીની ઇન્ટેલિજન્ટસ ને માહિતી આપી રહ્યુ છે.ફોર્સ-2 માં જોન અબ્રાહમ ACP યશ વર્ધન અને તેની સાથે ઓફિસર તરીકે કેકે એટલે કે સોનાક્ષી સિન્હા પણ જોડાય છે.દેશ દ્રોહી પ્રવૃત્તિ ના કરતુતો ને ખુલ્લા પાડવા માટે બંને બુડા પોસ્ટ પહોંચે છે અને પોતાના મિશન નો પ્રારંભ કરે છે.

જોન અબ્રાહમ ની પ્રથમ ફોર્સ ફિલ્મ ની સફળતા બાદ આ સિક્વલ ની પણ વધુ ચર્ચાઓ થઇ રહી છે.તેઓ પોતાના મિશન માં આવતા પડકારો સાથે કેવી રીતે સફળ થાય છે તે જાણવા માટે ફિલ્મ જોવી રહી.

જ્યારે અન્ય એક લવ સ્ટોરી આધારિત ફિલ્મ તુમ બિન -2 પણ સિક્વલ ફિલ્મ છે,અને ફિલ્મ ના નિર્માતા ભૂષણ કુમાર અને નિર્દેશક અનુભવ સિન્હા છે.ફિલ્મ માં સંગીત અંકિત તિવારી એ આપ્યુ છે.નેહા શર્મા,આદિત્ય સિલ ,આશિમ ગુલાટી અને કંવલજીત સિંહ એ મુખ્ય ભૂમિકા નિભાવી છે.ફિલ્મ ની સ્ટોરી માં અદાકારા તરણ આલ્પ્સ ની પર્વત માળા માં સ્કીઈંગ કરતી વેળા એ એક દુર્ઘટનામાં પોતાના મંગેતર અમર (આશિમ ગુલાટી)ને ગુમાવી દે છે.અને તેના ઘેર આઘાતમાં તે સરી પડે છે,તેના પરિવારજનો તેને સતત તે આઘાત માંથી બહાર લાવવા માટે ના પ્રત્યનો કરે છે,અને તરણ ના જીવનમાં શેખર (આદિત્ય સિલ)નો પ્રવેશ થાય છે.પરંતુ તરણ પોતાના શોક માંથી બહાર આવી શકે છે કે નહિ તે તો ફિલ્મ માં જ જોવા મળશે.

Next Story
Share it