Top
Connect Gujarat

એરટેલનાં ગ્રાહકો માટે આનંદના સમાચારઃ IPLની મેચનું મળશે અનલિમિટેડ ફ્રી સ્ટ્રીમિંગ

એરટેલનાં ગ્રાહકો માટે આનંદના સમાચારઃ IPLની મેચનું મળશે અનલિમિટેડ ફ્રી સ્ટ્રીમિંગ
X

ક્રિકેટનાં શોખીનો માટે IPL વધુ રસપ્રદ બનતી જાય છે. ત્યારે ટેલિકોમ કંપની એરટેલ દ્વારા તેનાં ગ્રાહકો માટે વધુ એક નવી જાહેરાત કરી છે. એરટેલ ટીવી એપ દ્વારા IPL ની તમામ મેચોનું અનલિમિટેડ ફ્રી સ્ટ્રીમિંગ કરી શકશે. સાથે તમામ મેચની હાઈલાઈટ્સ પણ હોટસ્ટાર મારફતે મળી રહેશે.

ભારતી એરટેલ ટેલીકોમ કંપની દ્વારા એરટેલ ટીવી એપ લોન્ચ કર્યા પછી ગ્રાહકો માટે પણ આકર્ષક સાબિત થઈ છે. એક આંકડા મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દેશભરમાં સોથી વધુ ડાઉનલોડ કરાયેલી વીડિયો એપ બની છે. ત્યારે ગ્રાહકોને વધુ સારી સુવિધા પુરી પાડવા માટે હવે એરટેલ ટીવીનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં ક્રિકેટનો વિભાગ ખાસ ઉમેરવામાં આવશે. આઈપીએલની તમામ મેચો પણ તેના થકી નિહાળી શકાશે. માત્ર એટલું જ નહીં પણ ગ્રાહકો પોતાની ફેવરિટ ટીમ સિલેક્ટ કરીને ફોલો પણ કરી શકે છે. જેમાં સ્પેશિઅલ સ્કોરકાર્ડ નોટીફિકેશન પણ રહેશે. એરટેલની ટીવી એપના આ નવા વર્ઝનમાં વિવિધ ગેસ્મ પણ હશે અને આકર્ષક ઈનામો પણ રાખવામાં આવશે.

કેવી રીતે તેનો ઉપયોગ કરશો?

સૌ પહેલાં ગ્રાહકોએ એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેનું નવું વર્ઝન ઈન્સ્ટોલ કરવાનું રહેશે. નવા ગ્રાહકો એપ ડાઉનલોડ કરી શકે અને જૂના ગ્રાહકોને માત્ર એપ અપડેટ કરવાની રહેશે.

નોન એરટેલ ગ્રાહકોએ એટેલ 4જી કાર્ડ મેળવવાની જરૂર નથી. તેઓ પોતાના સ્માર્ટ ફોનના સીમ સ્લોટ 1માં ઈનસર્ટ કરી એપ ડાઉનલોડ કરવાની રહેશે.

ભારતી એરટેલનાં કન્ટેન્ટ એપના સીઈઓ સમીર બત્રાએ જણાવ્યું હતું કે, અમારા કન્ટેન્ટ કેટલોગમાં આગામી આઈપીએલમાંથી અનલિમિટેડ લાઈવ એક્શન ઉમેરવાનો અમે રોમાંચ અનુભવીએ છીએ. હવે એરટેલ ટીવી એપ થકી ગ્રાહકો આઈપીએલની ભવ્ય ક્રિકેટ જલસાની એક્શનની એકપણ પણ નહીં ચૂકે. અને ગમે ત્યાંથી મેચને સરળતાથી નિહાળી શકશે.

Next Story
Share it