ઘરેલુ કુકિંગ ગેસ એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે શુક્રવારે એલપીજી ડીલર્સના કમીશનમાં વધારો કરવાથી ઘરેલુ કુકિંગ ગેસ એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા સાથે 14.2 કિગ્રા સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી તેની કિંમત 505.34 હતી.

અગાઉ નાણાં મંત્રાલયે ડીલર્સનું કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં 14.7 કિલોના અને 5 કિલોના સિલિન્ડર પર કમીશન અનુક્રમે 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું

એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં રિવિઝન પર ડિ-નોવો સ્ટડી પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, વેજેસ સહિતના વધારાને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીબ્યુટરનું કમીશન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 14.2 કિલોના સિલિન્ડર પર 50.38 રૂપિયા કમીશન અને 5 કિલોના સિલિન્ડર પર 25.29 રૂપિયા કમીશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ મહિનામાં કિંમતોમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે,

 

LEAVE A REPLY