Connect Gujarat

એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલમાં ગોલ્ડ જીતાડનાર પીકે. બેનર્જીનું થયું નિધન

એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલમાં ગોલ્ડ જીતાડનાર પીકે. બેનર્જીનું થયું નિધન
X

1962માં એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલમાં ગોલ્ડ જીતાડનાર પીકે. બેનર્જીનું શુક્રવારે 83 વર્ષની વયે નિધન થયું હતું. પીકે.બેનર્જીનું કોલકાતાના મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 2 માર્ચથી નિમોનિયાના કારણે એડમિટ થયા હતા. તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરતા તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જોકે શુક્રવારે બપોરે 12:30 વાગે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશને તેમને 20મી સદીમાં ભારતના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી જાહેર કર્યા હતા. તેઓ પાર્કિસન, દિલની બીમારી અને ડિમનેશિયાથી પીડિત હતા.

23

જૂન 1936ના રોજ જલપાઇગુરીમાં જન્મેલા

બેનર્જી ભાગલા બાદ જમશેદપુર આવ્યા હતા. તેમણે અહીંથી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું.

બેનર્જીએ ભારત માટે 84 મેચમાં 65 ગોલ કર્યા હતા. તેમણે 1960ના રોમ ઓલિમ્પિક્માં ભારતનું

નેતૃત્વ કર્યું હતું. ત્યારે ફ્રાન્સ સામે 1-1થી ડ્રો રહેલી મેચમાં તેમણે ભારત

માટે બરાબરી કરી હતી. તેઓ 1956માં

મેલબોર્નમાં ઓલિમ્પિક રમનાર ભારતીય ટીમના સદસ્ય હતા. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું અને

ટૂર્નામેન્ટમાં ચોથા સ્થાને રહ્યું હતું.

Next Story
Share it