Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ઐશ્વર્યા અને અભિષેકની જોડી અભિમાનની રિમેકમાં જોવા મળશે

ઐશ્વર્યા અને અભિષેકની જોડી અભિમાનની રિમેકમાં જોવા મળશે
X

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની 1973માં આવેલી આઈકોનિક ફિલ્મ 'અભિમાન'ની રિમેક બને એવી શક્યતા છે. આ ફિલ્મનું દિગ્દર્શન તામિલના રાજીવ મેનન કરે એવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દિગ્દર્શક રાજીવે આ ફિલ્મમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનને લેવાની ઈચ્છા વ્યકત કરી છે. જોકે એશ અને અભિ હાલ સમજી વિચારીને પ્રોજેકટ સાઈન કરી રહ્યા છે. છેલ્લે બન્ને 2010માં 'રાવન' ફિલ્મમાં જોવા મળ્યા હતા. બન્નેની મોટાભાગની ફિલ્મો ફલોપ રહી છે, સિવાય કે 'ગુરૃ'. થોડા સમય પહેલા ચર્ચા હતી કે ઐશ્વર્યા અને અભિષેક અનુરાગ કશ્યપની 'ગુલાબ જામુન'માં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે જો તેઓ 'અભિમાન'ની રિમેકમાં સાથે કામ કરે તો દર્શકોને સાત વર્ષ પછી ફરી આ જોડી રૃપેરી પડદે સાથે જોવા મળશે.

Next Story
Share it