Top
Connect Gujarat

ઐશ્વર્યા અને સંજયલીલા  ભણસાલી ફરી ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા

ઐશ્વર્યા અને સંજયલીલા  ભણસાલી ફરી ફિલ્મમાં સાથે કામ કરે તેવી શક્યતા
X

સંજય લીલા ભણસાલી અને ઐશ્વર્યા રાય બચ્ચન ફરી સાથે ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંજય લીલા ભણસાલીની ઐશ્વર્યા રાય ફેવરિટ છે, તેઓ છેલ્લા પાંચ વર્ષ થી સતત એક બીજાના સંપર્કમાં છે.

સૂત્રો મુજબ સંજય લીલા ભણસાલી અને ઐશ્વર્યા થોડા દિવસો પહેલા મળ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન મહત્વની ચર્ચા થઇ હતી. આ દરમિયાન બન્નેએ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. અને એક કોમેડી ફિલ્મ બનાવવાનું આયોજન હોવાનું પણ જાણવા મળ્યું છે.

સંજય લીલા ભણસાલી આજે પણ ઐશ્વર્યા સાથે કરેલી ફિલ્મો 'હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ અને ગુઝારિશને ભૂલ્યા નથી. જોકે આ ફિલ્મમાં અન્ય કોણ કલાકાર હશે અને શૂટિંગની તૈયારી ક્યારે થશે તેવી કોઇ સત્તાવાર વિગતો જાણવા મળી નથી.

Next Story
Share it