Top
Connect Gujarat

ઐશ્વર્યા, પ્રિયંકા અને દીપિકાનો દુનિયાની 'મોસ્ટ એડમાયર્ડ વુમન'ની યાદીમાં સમાવેશ

ઐશ્વર્યા, પ્રિયંકા અને દીપિકાનો દુનિયાની મોસ્ટ એડમાયર્ડ વુમનની યાદીમાં સમાવેશ
X

ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણે દુનિયાની મોસ્ટ એડમાયર્ડ વુમેનના સર્વેમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ભારતીય પુરુષમાંથી તરીકે ફક્ત નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનના નામનો સમાવેશ યાદીમાં છે.

એક આંતરરાષ્ટ્રીય વેબસાઇટે દુનિયાની મોસ્ટ લોકપ્રિય વ્યક્તિઓ માટેનો એક સર્વે કર્યો હતો. જેમાં ૩૫ દેશોના લગભગ ૩૭ હજાર લોકોના ૨૦૧૮ની લોકપ્રિય મહિલા અને પુરુષ માટે મંતવ્ય મંગાવામાં આવ્યા હતા. આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચને ભારતીય મહિલા તરીકે સૌથી ટોચ પર રહી છે. તે ૧૧મા ક્રમાંકે, તેમજ પ્રિયંકા ચોપરા ૧૨ અને દીપિકા પદુકોણ ૧૩મા સ્થાને રહ્યા છે.

જ્યારે પુરુષોની આ યાદીમાં નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન એમ માત્ર બે ભારતીયોના નામ યાદીમાં છે. અમિતાભ આ યાદીમાં નવમા સ્થાને રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ૮મા સ્થાને છે. બચ્ચન પરિવારની બે વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવામાં સફળ રહી છે. તે તેમના માટે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. જોકે અમિતાભે આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

Next Story
Share it