Top
Connect Gujarat

ઐશ્વર્યા રાય રૃપેરી પડદે સાધનાએ ભજવેલ પાત્ર ભજવતી જોવા મળશે

ઐશ્વર્યા રાય રૃપેરી પડદે સાધનાએ ભજવેલ પાત્ર ભજવતી જોવા મળશે
X

ઐશ્વર્યા રાય બચ્ચન હાલ ફન્ને ખાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જ્યારે આ વચ્ચે તેની અન્ય એક ફિલ્મની પણ ચર્ચા થઇ રહી છે. કહેવાય છે કે ઐશ્વર્યા વહ કૌનથી ફિલ્મની સિકવલમાં મુખ્ય પાત્ર ભજવશે.

૧૯૬૪માં રીલિઝ થયેલી સાઇકોલોજિકલ થ્રિલર લોકપ્રિય થઇ હતી. જેમાં મનોજ કુમારઅને સાધનાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હવે આ ફિલ્મની સિકવલની ચર્ચા થઇ રહી છે જેમાં ઐશ્વર્યા રાય સાધનાએ ભજવેલ પાત્ર અને શાહિદ કપૂર મનોજ કુમારે ભજવેલ પાત્ર ભજવશે.

કહેવાય છે કે નિર્માતાઓ આ ફિલ્મ દ્વારા મનોજ કપૂર અને સાધનાને ટ્રિબ્યુટ આપવા ઇચ્છે છે. શાહિદ અને ઐશ્વર્યા પ્રથમ વખત રૃપેરી પડદે જોડી બનાવશે.

Next Story
Share it