ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય ખેલાડી માટે યશરાજ ફિલ્મસની ખાસ ઓફર

0

યશરાજ ફિલ્મસ દ્વારા રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય એથ્લેટસને 10 લાખ રૂપિયા ઇનામ આપીને સન્માન કરવામાં આવશે. યશરાજ પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્વિટર પર એક ફોટો શેર કરીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં જણાવવામાં આવ્યું છે કે રિયોના દરેક સુલતાનને સેલ્યુટ, રિયોમાં જે ભારતીય ખેલાડી ગોલ્ડ મેડલ મેળવશે તેમને 10 લાખ રૂપિયાનું ઇનામ આપીને સન્માન કરવામાં આવશે. યશરાજ બેનરની તાજેતરમાં રીલિઝ થયેલી ‘સુલતાન’ ફિલ્મે ભારતમાં 300 કરોડની કમાણી કરી હોવાનો અને વિશ્વભરમાં 584 કરોડનો વકરો કર્યો હોવાનું પણ જણાવ્યું છે.

unnamed (4)

ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે યશરાજ ફિલ્મસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ‘સુલતાન’માં શિર્ષક પાત્ર ભજવનાર સલમાન ખાન ઓલિમ્પિક સંઘનો ગુડવીલ એમ્બેસેડર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here