Connect Gujarat
સમાચાર

ઓસ્ટ્રેલિયાએ 35 રને મેળવી જીત, 3-2થી વન ડે સિરીઝ પોતાના નામે કરી

ઓસ્ટ્રેલિયાએ 35 રને મેળવી જીત, 3-2થી વન ડે સિરીઝ પોતાના નામે કરી
X

પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા મેચ જીતવા આપેલા 273 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા મેચ રનથી જીતવાની સાથે શ્રેણી 3-2થી જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 56 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 44 અને ભુવનેશ્વર કુમારે 46 રનનું યોગદાન આપ્યું હતું. પાંચ મેચની સીરિઝમાં 2-0થી પાછળ રહ્યા બાદ પ્રવાસી ટીમ 3-2થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 100 તથા પીટર હેન્ડ્સકોમ્બે 52 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 48 રનમાં 3, જાડેજાએ 42 રનમાં 2, અને શમીએ 57 રનમાં બે વિકેટ લીધી હતી.

પાંચમી વનડે માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફારો કરવામાં આવ્યા હતા. ચહલ અને લોકેશ રાહુલની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સામેલ કરવામા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ પણ બે ફેરફારો સાથે મેદાનમાં ઉતરી હતી.

Next Story