અંજારમાં સુંદરદાસજી મહારાજની પૂણ્યતિથી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. સચ્ચિદાનંદ મંદિર દ્વારા રસિક મિલન યોજવામાં આવ્યુ હતું. તો ભવ્ય સામૈયામાં રસિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.રાજયમંત્રી વાસણભાઈ આહીર પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

અંજાર શહેરના સચ્ચિદાનંદ મંદિર દ્વારા વાર્ષિક રસિક મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સુંદરદાસજી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ હતી.આ ઉત્સવ નિમિતે શહેરમાં ભવ્ય સામૈયું યોજાયું હતું જેમાં રસિક જનો નાચતા ગાતા ગરબે ઝૂમતા ઝૂમતા જોડાયા હતા.સામૈયાના શણગારેલા ટ્રેક્ટરમ મહંત ત્રિકમદાસજી મહારાજ ,રતનાલ મંદિરના ભગવાનદાસજી ,રાજયમંત્રી વાસણભાઇ આહીર દ્વારા ભક્તોને પ્રસાદી વિતરણ કરાઈ હતી.આ ભવ્ય સામૈયામાં બહોળી સંખ્યામાં રસિકજનો જોડાયા હતા.

 

LEAVE A REPLY