Top
Connect Gujarat

કચ્છ:નલીયામાં પ્રેમ સંબંધમાં પુત્ર આડખીલીરૂપ બનતા જનેતાએ કરી હત્યા

કચ્છ:નલીયામાં પ્રેમ સંબંધમાં પુત્ર આડખીલીરૂપ બનતા જનેતાએ કરી હત્યા
X

કચ્છના અબડાસા તાલુકાના નલિયામાં પુત્રનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર જનેતાની પોલીસે ધરપકડ કરી છે .માતાએ પ્રેમ સંબંધમાં પુત્ર આડખીલીરૂપ બનતા હત્યા કરી હોવાનું સપાટી પર આવ્યું છે.પુત્રની હત્યા કરનાર માતા સામે ફીટકાર વરસી રહ્યો છે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મુળ બિહાર હાલે નલિયાના વોરા ફળિયામાં રહેતા અમન ધનંજય યાદવ ઉ.વ. ૭નું ગત 9 મી એપ્રિલે રહસ્યમય મોત થયું હતું. અમન પોતાના ઘરે જમીને સુતા બાદ નહી જાગતા હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.. નલિયા પોલીસે શંકાસ્પદ કેસ ગણી અકસ્માત મોતનો બનાવ નોંધ્યો હતો..અમનની લાશનું પીએમ જામનગર ખાતે કરાવતા તેમાં અમનનું મોત ગળુ દબાવવાથી થયું હોવાનું ખુલ્યું હતું.

નલિયા પોલીસે ધનંજય સુરેન્દ્ર યાદવ રહે. મુળ બિહાર હાલે નલિયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ખુનનો ગુનો નોંધ્યો હતો પોલીસે ઝીણવટભરી તપાસના અંતે અનડિટેક્ટ હત્યાનો ભેદ ઉકેલીને અમનની સગી માતાની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે , અમનની હત્યા તેની માતાએ જ ગળુ દબાવીને કરી હતી અમનના પિતા કે જેમણે ખૂનની ફરિયાદ નોંધાવી હતી. તે ધનંજય સુરેન્દ્ર યાદવ અમનનો સગો પિતા નથી તેની માતાનો પ્રેમી છે અમનનો સગો પિતા બિહારમાં છે અમનની માતાનો પૂર્વ ઈતિહાસ અમન જાણતો હતો અને પોતે પ્રેમી સાથે રહે છે તે વાતનો ભાંડો ફોડી નાખશે તેવા ડરથી અમનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમનની માતા ગુંજાસિંહ ધનંજય દેવનારાયણ યાદવની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને તેની પુછપરછમાં હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું.આ બનાવથી માતા પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે.

Next Story
Share it